અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે યોજાઈ રહેલી દ્વિપક્ષીય વાર્તામાં વડાપ્રધાન મોદીએ ભારત અને પાકિસ્તાનની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યાં તેમણે કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે, જેમાં અન્ય કોઈના મદદની જરૂર નથી. આ મામલે ત્રીજા કોઈની પણ દખલ અમે ઈચ્છતા નથી.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી ખતમ થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન મળીને ગરીબી સામે લડશે.