ખાનગી વિમાન કંપનીઓ દ્વારા ભાડામાં વધારો કરી દેવામાં આવતો હોવાથી સંસદમાં હંગામો થઇ ગયો હતો.
90 હજાર સુધીનું ભાડુ નક્કી કરવામાં આવ્યું
જો કે, પ્રશ્નકાળ દરમિયાન બીજુ જનત દળના પિનાકી મિશ્રાએ સવાલ કર્યો હતો કે હરિયાણામાં જાટ આંદોલન દરમિયાન દિલ્હી ચંદીગઢ હવાઇ માર્ગનું ભાડુ 90 હજાર રુપિયા સુધી કરવામાં આવ્યું હતું.
આપત્તિ સમયે હવાઇ માર્ગનું ભાડુ વધી જાય છે
હાલમાં જ ફોની ચક્રવાત સમયે ઓડિશા જનારી ફ્લાઇટના ભાડામાં 60 હજાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આવી પરિસ્થિતીમાં ભાડામાં ધરખમ વધારો થયો તે યોગ્ય ન ગણાય, શું આ બાબતે સરકાર કોઇ પગલા લઇ રહી છે?
આ પ્રશ્નના જવાબમાં વિમાનન પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે ન્યૂનતમ અને અધિકતમ હવાઇ ભાડાની સીમા નક્કી કરવામાં આવેલી હોય છે.
તે સમયે કોંગ્રેસના મનીષ તિવારીએ વિમાનન પ્રધાનને પ્રશ્ન કર્યો કે, હવાઇ ભાડામાં કરવામાં આવતો વધારાને તમે યોગ્ય ગણાવી રહ્યા છો? ત્યાર બાદ કોંગ્રેસના અને દ્રમુકના કેટલાક સભ્યોએ સંસદમાં હંગામો શરુ કરી દીધો હતો.
આ પહેલા પણ ભાજપના સાંસદ હેમા માલિની અને અન્ય નેતાઓના જવાબમાં પુરીએ કહ્યું હતું કે, ઉડાન યોજનાની સકારાત્મક અસર થઇ રહી છે, અને સરકાર સામાન્ય લોકો સુધી હવાઇ સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે.