નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે કોઇ ફેરફાર નથી થયો. એક દિવસ અગાઉ ભાવ 10થી12 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, સાઉદી અરેબિયાએ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કર્યા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં યુએસ ક્રૂડ ડબ્લ્યુટીઆઇ 40 ડોલરની નીચે છે. બ્રેન્ટ ક્રૂડ પણ 42 ડોલરની નીચે તૂટી ગયું હતું. બજારના નિષ્ણાતો કહે છે કે તેલની ઓછી માગને કારણે ભાવ પર દબાણ યથાવત છે.
ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત અનુક્રમે રૂપિયા 73.૧6, રૂપિયા 76.66, રૂપિયા 79.69 and અને રૂપિયા 78.48 પ્રતિ લીટર પર સ્થિર છે. પેટ્રોલના ભાવ પણ કોઈ ફેરફાર કર્યા વગર અનુક્રમે રૂપિયા 8૨.૦8, રૂપિયા 83.57, રૂપિયા 88.73 અને રૂપિયા 85.૦4 ના સ્તરે સ્થિર રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટર કોન્ટિનેન્ટલ એક્સચેંજ પર બ્રેન્ટ ક્રૂડનો નવેમ્બર ડિલીવરી કરાર મંગળવારે અગાઉના સત્રની તુલનામાં 0.05 ટકા વધીને 42.03 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 41.98 ડોલર પ્રતિ બેરલ સુધી તૂટ્યું હતું.