ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, તેઓ રાજ્યપાલને રાજીનામું આપશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સૌથી મોટો જનાદેશ ભાજપને આપ્યો છે. ભાજપને 40 ટકા સીટો મળી છે. તેમણે સોદાબાજી શરૂ કરી દીધી. અમે સ્પષ્ટ કહ્યું હતું કે, જે વાત નક્કી નથી થઈ તેની જીદ ન કરશો.
પત્રકાર પરિષદમાં ફડણવીસે કહ્યું કે, શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર તેમના બોજા હેઠળ દબાઈ જશે. અમને આશ્ચર્ય થયું કે, તેઓ સત્તા માટે કેટલા લાચાર છે. ફડણવીસે વધુમાં કહ્યું કે, જનતાએ અમારા ગઠબંધનને બહુમત આપ્યું હતું અને ભાજપને સંપૂર્ણ જનાદેશ મળ્યો હતો. ભાજપ સૌથી મોટો પક્ષ હોવાથી અમને 105 સીટ મળી હતી.
આ જનાદેશ ભાજપ માટે હતો. અમે 70 ટકા સીટો જીતી હતી. શિવસેના માત્ર 40 ટકા સીટ જ જીતી શકી હતી. ગઠબંધનને જનાદેશ હતો, પરંતુ ભાજપ માટે આ મોટો જનાદેશ હતો. તેનું સન્માન કરીને અમે સરકાર બનાવવાની વાત કરી હતી. ખરાબ વાત એ છે કે, જે વાત નક્કી નહતી થઈ એટલે કે, શિવસેના તેમને મુખ્યપ્રધાન પદ આપવાની વાત જ કરતી હતી. નંબર ગેમમાં કારણે તેઓ બાગેનિંગ કરી શકશે તેમ માનીને તેમણે સોદાબાજી શરૂ કરી હતી.
ફડણવીસે કહ્યું કે,અમે શિવસેનાને કહ્યું, જે નક્કી થયું છે તે જ આપીશું. જે નક્કી નથી થયું તે અમે ન આપી શકાય, પરંતુ તેમણે અમારી સાથે ચર્ચા કરવાની જગ્યાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું. વિધાનસભાનો કાર્યકાળ ખતમ થવાનો હતો, તેથી રાજ્યપાલે અમને બોલાવ્યા, પરંતુ અમે કહી દીધું કે, અમારી પાસે પૂરતું સંખ્યા બળ નથી અને તેથી અમે સરકાર નહીં બનાવીએ.
ફડણવીસે કહ્યું કે, શિવસેના અને એનસીપીને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ તેમની પાસે પણ પુરતું સંખ્યાબળ નહતું. રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ બીજા પક્ષમાં પણ ચર્ચા શરૂ થઈ કે, ત્રણેય પક્ષ ભેગા થઈને સરકાર કેવી રીતે બનાવશે? પરંતુ તેમની આંતરિક સહમતી બનતી નહતી. આ ત્રણેય પક્ષની વિચારધારા એકબીજા સાથે મળતી નથી. તેમ છતાં સરકાર બનાવવા માટે તત્પર છે.
મહારાષ્ટ્રમાં કેટલા દિવસ રાષ્ટ્રપતિ શાસન રહેશે, આ સવાલના જવાબમાં અજીત પવારે સરકાર ગઠન મામલે સહયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો. અમે તેમની સાથે ચર્ચા કરી અને તેમણે અમને સરકાર બનાવવાના આધાર બનાવવા લાયક પત્ર સોંપ્યો. જ્યારે આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને બુધવારે બહુમતી સાબીત કરવાની હતી ત્યારે અજીત પવારે મને વાત કરી કે, તેઓ આ ગઠબંધનમાં નહીં રહી શકે અને તેમણે મને તેમનું રાજીનામું સોંપ્યું. તેમણે રાજીનામું આપ્યું પછી અમારી પાસે બહુમત નથી.
ભાજપે પહેલા દિવસથી કહ્યું હતું કે, તેઓ એક પણ ધારાસભ્યને નહીં તોડે. અમે હોર્સ ટ્રેડિંગ નથી કર્યું. અજીત પવારના રાજીનામા બાદ અમે નક્કી કર્યું કે, ખરીદ-વેચાણમાં ન જઈને અમે રાજીનામું આપીશું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નેતા અજીત પવારે રાજીનામું આપ્યા બાદ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યપ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્રે ફડણવીસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપને બહોળા પ્રમાણમાં મત આપ્યા હતા. પરંતુ ચૂંટણીના પરિણામ બાદ શિવસેનાએ પોતાનો ઈરદો બદલી નાખ્યો હતો.
તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના વિધાયક કાલીદાસ કોલંબકરને પ્રોટેમ સ્પિકર તરિકે પસંદ કરવામાં આવ્યાં છે. તેમને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ અપાવ્યા.