ETV Bharat / bharat

ગ્લોબલ વોર્મિંગનું જોખમ વિશ્વને વિનાશ તરફ ધકેલી રહ્યું છે... - Green gas emissions

વાતાવરણમાં થઈ રહેલા જોખમી પરિવર્તન સ્પષ્ટ સંકેત આપે છે કે, આગામી સમયમાં વિશ્વને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ચાર વર્ષ પહેલાં 2015માં યોજાયેલી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 25માં નક્કી કરવામાં આવ્યું હતું કે, આ સદીના અંત સુધીમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી અટકાવવામાં આવશે. આ લક્ષ્યાંક પેરિસ કરારને લાગૂ કરનારા તમામ દેશો માટે નક્કી કરવામાં આવ્યો હતો.

Global Worming
ગ્લોબલ વોર્મિંગ
author img

By

Published : Dec 28, 2019, 9:35 AM IST

આ સમ્મેલન સ્પેનનાં મેડરિડમાં 2થી 13 ડિસેમ્બર એટલે કે, 12 દિવસ ચાલ્યું હતું. પરંતુ આ સમ્મેલનથી પેરિસ કરારને મોટો ઝાટકો લાગ્યો હતો, કારણકે અહીં કોઈ મોટા મુદ્દા પર સમજૂતી થઈ શકી નહોતી. છેલ્લા 10 વર્ષમાં સરેરાશ વાર્ષિક 1.5 ટકા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરતો આશરે 55.3 ગીગા ટન કાર્બન મોનોક્સાઈડ પણ વાતાવરણમાં છોડવામાં આવ્યો છે. COP 25ની શરુઆત પહેલાં UNOએ 195 સદસ્ય દેશોને ગ્લોબલ વોર્મિંગના સમાધાન માટે એક્શન પ્લાન તૈયાર કરવા આહ્વાન કર્યું હતું.

વાતચીત દરમિયાન વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેના મતભેદોને કારણે મુદ્દો અહીં અટકી પડ્યો હતો. સંમેલનમાં સંબોધન કરતાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવએ કહ્યું હતું કે, સદસ્ય દેશોએ નેશનલ ડિટરમિનેશન એન્ડ કોર્પોરેશન દ્વારા આગામી વર્ષ સુધીમાં પર્યાવરણ સંબંધી પરિણામ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવા જોઈએ. તેમણે વર્ષ 2050 સુધીમાં કાર્બન ઉત્સર્જનને દૂર કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો. જો વર્તમાન ગ્લોબલ વોર્મિંગ આ જ દરે વધતો રહેશે તો, વિશ્વના દેશો વર્ષ 2030ના તેના લક્ષ્યને પ્રાપ્ત કરી શકશે નહીં.

  • તીવ્ર થઈ રહ્યું છે ગ્લોબલ વોર્મિંગ

વિશ્વના તાપમાનમાં 1.5 ડિગ્રીના વધારાને કારણે કુદરતી આપત્તિઓને કારણે જાન-માલનું મોટું નુકસાન થઈ રહ્યું છે. આ દુર્ઘટનાઓની સીધી અસર વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. વર્ષ 2020થી 2030ની વચ્ચે દર વર્ષે 7 ટકાના દરે કાર્બન ઉત્સર્જન ઘટાડવું એ દેશો સામનો સૌથી મોટો પડકાર છે. ચેતવણી આપવામાં આવી રહી છે કે, વર્ષ 2100 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 3.2 ડિગ્રીનો વધારો થશે. જે ચિંતાજનક બાબત છે. વિશ્વમાં થઈ રહેલા ગ્રીન ગેસ ઉત્સર્જનમાં 78 ટકા હિસ્સો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, રશિયા, જાપાન, કોરિયા, ચીન, ભારત, મેક્સિકો, બ્રાઝિલ, આર્જેન્ટીના અને યુરોપિયન યુનિયનના કેટલાંક દેશોનું યોગદાન છે.

G-20 દેશના સમૂહમાંથી 7 દેશોએ તેમને ત્યાં ગ્રીન ગેસ ઉત્સર્જન ઘટાડવા પગલાં લેવાની શરુઆત કરવાની છે. આ દેશોની ગંભીરતા પર સવાલ ઉઠાવવા માટે તે પૂરતું છે. પેરિસ કરારને લાગુ કરવા માટે કોઈ વ્યૂહરચનાના અભાવને કારણે વર્ષ 2020ના સમ્મેલન બાદ કાર્બન ઉત્સર્જન અને ગ્લોબલ વોર્મિંગ અટકાવવામાં મુશ્કેલીઓ આવી રહી છે. વિશ્વના કાર્બન ઉત્સર્જનમાં 15 ટકાનો હિસ્સો ધરાવતા અમેરિકાએ પોતાને પેરિસ કરારથી અલગ કર્યું છે. જે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિશ્વના શક્તિશાળી અને વિકસિત દેશોના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરે છે.

ચીન જે ઉત્સર્જનના 28 ટકા જેટલું ભાગીદાર છે, પોતાને ત્યાં ગ્રીન હાઉસ ઈફેક્ટ રોકવાના અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે સદસ્ય દેશો પેરિસ કરારની કલમ 6 અંગે ચર્ચા કરવામાં વ્યસ્ત છે. આ કલમમાં ગ્લોબલ વોર્મિંગ પર કાબૂ મેળવવા પગલા લેવાની વાત કરવામાં આવી છે.
ક્યોટો કરારથી લઈને પેરિસ કરાર સુધી ક્લિન ડેવલપમેન્ટ મિકેનિઝમ અંતર્ગત કાર્બન ઉત્સર્જન વગેરેને રોકવા માટે કોઈ અસરકારક પગલા લેવામાં આવી રહ્યા નથી. ક્લિન ડેવલપમેન્ટ મિકેનિઝમ અંતર્ગત વિકાસશીલ દેશોમાં એક ટન કાર્બન ઉત્સર્જન પર કાબૂ મેળવવા પર ક્રેડિટ આપવામાં આવે છે. આ ક્રેડિટની ખરીદ અને વેચવાની પણ જોગવાઈ છે.

ઔદ્યોગિક રીતે વિકસિત દેશ આ ક્રેડિટનો ઉપયોગ કાર્બન ઉત્સર્જનને નિયંત્રિત કરવા માટે કરે છે. આ ક્રેડિટ સિસ્ટમ ક્યોટો પ્રોટોકોલમાં શામેલ કરવામાં આવી હતી. જે દેશોએ વર્ષ
2020 પહેલાં તેમના કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે તે અંગે કોઈ નિર્ણય ન લેવાને કારણે વિવાદ ઉભો થયો હતો. માટે જ અહીં પેરિસ કરારની કલમ 6નું મહત્વ વધી જાય છે.

પેરિસ કરારની કલમ 6.2 (કાર્બન ઉત્સર્જનનો વેપાર) અને કલમ 6.4 (કાર્બન ઉત્સર્જન પર કાબૂ મેળવવો) પર સદસ્ય દેશો વચ્ચે કોઈ સમાનતા ન હોવાને કારણે સર્વાનુમતે નિર્ણય લઈ શકાયો નહીં. જેને કારણે પેરિસ કરાર અંતર્ગત વિકાસશીલ દેશોની ભાગીદારીને લઈને અવરોધ ઉભા થયા હતા. પેરિસ કરારને લઈને સૌથી મોટી સમસ્યા સદસ્ય દેશો વચ્ચે આર્થિક અને ટેકનિકલ ભાગીદારીને લઈને કરાર નહીં થવાની છે.

ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જન અંગે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નવા લક્ષ્યાંકો નક્કી કરવા એવા સમયે સંપૂર્ણપણે અર્થહીન છે, જ્યારે મોટાભાગના દેશોએ વર્ષ 2020 સુધીમાં તેમનો લક્ષ્યાંક મેળવવા માટે કોઈ જ પગલા નથી ભર્યાં. ભારતે એ તરફ પણ વિશ્વનું ધ્યાન દોર્યું કે, ક્યોટો પ્રોટોકોલ લાગુ કર્યા વિના પેરિસ કરારને લાગૂ કરવાની વાત અસરકારક નથી. ભારત સરકારે એમ પણ કહ્યું કે, વિકાસશીલ દેશો માટે કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સમયમર્યાદા વર્ષ 2023 સુધી વધારવાની જરૂર છે. ભારત પોતાના તરફથી જ કાર્બન ઉત્સર્જન અને પર્યાવરણને સુરક્ષિત રાખવા પગલાં લઈ રહ્યું છે. ભારતે કાર્બન ઉત્સર્જનમાં GDPના 21 ટકા સુધી ઘટાડો કર્યો છે. પેરિસ સમજૂતી હેઠળ ભારત 35 ટકાના લક્ષ્યાંકને હાંસલ કરવાની વ્યૂહરચના પર પણ કામ કરી રહ્યું છે. વિકસિત દેશો દ્વારા કાર્બન ઉત્સર્જનના તેમના લક્ષ્યોથી પીછેહઠ કરવાની વાત અંગે પણ ભારતે નારાજગી વ્યક્ત કરી છે. જો વિકસિત અને વિકાસશીલ દેશો આ જ રીતે કાર્બન ઉત્સર્જનના તેમના લક્ષ્યો મેળવવાની અવગણના કરશે તો ભવિષ્યમાં વિશ્વનું તાપમાનમાં 3.4 ટકાથી 3.9 ટકા સુધી વધારો જોવા મળી શકે છે.

આ તરફ યુરોપિયન યુનિયન સંઘે વર્ષ 2050 સુધીમાં પોતાને કાર્બન ઉત્સર્જનથી મુક્ત કરવાની દિશામાં કામ કરવાની વાત કરી છે. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે, પેરિસ કરારની સફળતા એ વાત પર નિર્ભર કરે છે કે, તેના સદસ્ય દેશો તેમનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે કેટલી ગંભીરતાથી કાર્ય કરે છે.

UNDPએ (યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ) પણ એક અહેવાલ જારી કર્યો છે. જેમાં પર્યાવરણમાં થતા બદલાવના કારણે દેશોની અર્થવ્યવસ્થા પર વિપરીત અસરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગ અને કુદરતી આફતો બિમારી ફેલાવવામાં મદદ કરે છે અને પૌષ્ટિક ખોરાકના સ્ત્રોતોને પણ ખરાબ કરે છે. વર્તમાન સમયની માગ છે કે, વિશ્વના દેશો કાર્બન ઉત્સર્જનને લઈને એકજૂટ થઈને કામ કરે. વિશ્વભરની હવાને સાફ રાખવી અને વિકાસના તમામ લક્ષ્ય હાંસલ કરવા શક્ય છે. વેપાર, રોકાણ, બળતણ અને જમીનના ઉપયોગમાં સુધારો કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો હાંસલ કરવાનું શક્ય છે.

કાર્બન ઉત્સર્જનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા વિકાસશીલ દેશોને આર્થિક અને ટેકનિકલ સહાયતા આપીને પ્રતિબદ્ધ રીતે કામ કરવાનું શક્ય છે. વિશ્વના દેશોએ જીદ અને જટિલતા છોડીને આ મુદ્દે એકઠા થવાની જરૂર છે. જો બધા દેશો એક દ્રષ્ટિકોણથી એક લક્ષ્ય હાંસલ કરવા તરફ કામ કરે તો પછી પેરિસ કરારનો અમલ કરવો સરળ થઈ જશે.

Intro:Body:

blank news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.