ETV Bharat / bharat

રાજસ્થાનનાં CM ગેહલોતે ફરી ભાજપ પર સાધ્યુ નિશાન

રાજસ્થાનમાં બદલાતા સમીકરણો વચ્ચે રાજકીય પારો વધી રહ્યો છે. દરમિયાન, રાજસ્થાન કોંગ્રેસે શુક્રવારે પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર નિશાનો સાધ્યુ હતો. રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ધારાસભ્યોની ખરીદી અંગે જણાવ્યું હતું કે તેમની સામે એસઓજીમાં ફરિયાદ નોંધાઈ છે.

author img

By

Published : Jun 12, 2020, 4:52 PM IST

મુખ્ય પ્રધાન અશોક ગેહલોત
મુખ્ય પ્રધાન અશોક ગેહલોત

જયપુર : રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજસ્થાનમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલુ છે.રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભાજપ સરકાર પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે.ત્યારે વિરોધી પક્ષ ભાજપે પણ આ આક્ષેપનો વિરોધ કર્યો હતો. જોકે, ગેહલોત અને સચિન પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં ફાસીવાદી તાકતોને સફળ થવા દેશે નહીં. અમારા બંને ઉમેદવારો જીતશે.

ધારાસભ્યોની ખરીદી અને વેચાણ અંગે તેમણે કહ્યું હતું કે, હું રાજ્યનો મુખ્ય પ્રધાન છું, મારી પાસે ધારાસભ્યો છે તેની ખરીદી અને વેચાણ વિશેની રિપોર્ટ છે જેણે SOGને આપવામાં આવી છે. ગેહલોતે જણાવ્યું હતું કે મહેશ જોશી દ્વારા એસઓજીમાં રિપોર્ટ નોંધવામાં આવી હતી.મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે કાયદાઓ અને અમેન્ડમેન્ટ પહેલા પણ બન્યા છે.

બસપાના સવાલ પર મુખ્યપ્ધાને કહ્યું કે કોઈએ બસપાના લોકોને લાલચ નથી આપી, આખા પક્ષનું વિલીનીકરણ થયું છે જે બંધારણ મુજબ કરવામાં આવ્યું છે.ગેહલોતે કહ્યું કે, ભાજપે હોર્સ ટ્રેડિંગ માટે રાજ્યસભાની ચૂંટણીની તારીખ મુલતવી રાખી હતી. તેમણે કહ્યું કે શાહ અને મોદી લોકશાહીનો અંત લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્યોને શિવવિલાસ રિસોર્ટ ખાતે રોકવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, રાજ્યસભાના ઉમેદવાર કેસી વેણુગોપાલ, રાજસ્થાનના પ્રભારી અવિનાશ પાંડે અને આઇસીસીના મહામંત્રી રાજીવ સાતવ ગત રાત્રે ધારાસભ્યો સાથે શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા હતા.

મુખ્યપ્રધાન અશોક ગેહલોત દાવો કરી રહ્યા છે કે ધારાસભ્યો પૈસાની લાલચમાં આવ્યા છે. આ સાથે જ ચીફ વ્હિપ મહેશ જોશીએ પણ આ મામલે એસીબીમાં ફરિયાદ કરી છે, પરંતુ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોએ આનો સંપૂર્ણ ઇનકાર કર્યો છે. ત્યારે સચિન પાયલોટે એમ પણ કહ્યું છે કે હોર્સ ટ્રેંડિંગનો કોઈ ભય નથી તેમ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.