ભાજપે આરોપ લગાવ્યો છે કે, આ મથકો પર નિષ્પક્ષ રીતે મતદાન થવા દેવામાં આવ્યું નથી.
ભાજપ પાર્ટીનું કહેવું છે કે, આ મતદાન મથકોમાં અનેક જગ્યાએ મતદારો અને કર્મચારીઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે.
ભાજપે આક્ષેપ કરતા કહ્યું હતું કે, 1400થી વધારે મતદાન મથકો પર કેન્દ્રીય ફોર્સના જવાનોને તૈનાતીને લઈ આગ્રહ રાખવામાં આવ્યો હતો છતાં પણ આ બાબતે કઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. જેને લઈ આ તમામ મતદાન મથકો પર ફરી વાર ચૂંટણી યોજવામાં આવે તેવી ભાજપની માંગ છે.