નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર 2020-21 માટેની અરજી પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 3,51,006 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે જ્યારે 2,30,834 વિદ્યાર્થીઓ નોંધણી ફી સબમિટ કરી ચુક્યા છે. તેમજ સામાન્ય કેટેગરીના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ છે.
કેટેગરી પ્રમાણે વાત કરીએ તો, સામાન્ય કેટેગરીના 1,51,051 વિદ્યાર્થીઓ, ઓબીસીના 42,639 વિદ્યાર્થીઓ, એસસીના 26,685 વિદ્યાર્થીઓ, એસટીના 4602 વિદ્યાર્થીઓ અને ઇડબ્યુએસના 5857 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં લગભગ 70 હજાર બેઠક છે.
બીજી તરફ 140598 વિદ્યાર્થીઓએ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં નોંધણી કરાવી છે. જેમાં 110226 વિદ્યાર્થીઓએ અરજી ફી સબમિટ કરી ચુક્યા છે. ત્યારે કેટેગરી મુજબ વાત કરવામાં આવે તો, સામાન્ય વર્ગ 59,114, ઓબીસી 25,663, એસસી 15815 એસટી 4147 અને ઇડબ્લ્યુએસ 5487 વિદ્યાર્થીઓએ અરજી કરી છે.