નવી દિલ્હી: ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને આદર્શ આચારસંહિતાના ભંગની નોટિસ ફટકારી છે. યોગા આદિત્યનાથે કારાવલ નગરમાં એક રેલીને સંબોધન કરતાં કહ્યું હતું કે, કેજરીવાલ શાહીન બાગના પ્રદર્શનકારિઓને બિરયાની ખવડાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શાહીન બાગમાં લોકો નાગરિકતા સુધારા કાયદો અને NRCના વિરોધમાં ધરણા પર બેઠા છે.
ચૂંટણી પંચ મુજબ, ભાજપના નેતાએ આ ટિપ્પણી કરીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ માટે લાગૂ આદર્શ આચાર સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે. યોગી આદિત્યનાથે 1 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં એક ભાષણ દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
આ પહેલા પણ ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ સામે કડક પગલાં લીધાં હતાં. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને દિલ્હીના ભાજપના સાંસદ પરવેશ સિંહ વર્માનો ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો.