અગરતલાઃ દિલ્હીમાં થયેલા કોમી રમખાણોને પૂર્વાનિયોજિત ષડયંત્ર ગણાવતા ત્રિપુરાના પૂર્વ મુખ્યપ્રધાન માણિક સરકારે હિંસાથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ કરવા માટેનું અભિયાન શરૂ કર્યુ છે. સરકારને પીડિતોની મદદ કરવા અંગેની અપીલ કરતાં તેમણે દિલ્હી હિંસા અંગે પોતાના પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ હિંસામાં સરકારની નિષ્ક્રિયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતાં. આ હિંસામાં લગભગ 53 લોકોની મોત થયા હતા.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના વરિષ્ઠ નેતા દિલ્હી હિંસાને પૂર્વાનિયોજિત ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "ઉપદ્રવિઓને દિલ્હી બહારથી લાવવામાં આવ્યાં હતાં." નેતાએ કહ્યું હતું કે, "હું તમામ લોકોને રમખાણથી પ્રભાવિત લોકોને મદદ કરવાની અપીલ કરું છું. તેમજ હિંસા માટે જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરૂં છું."
દિલ્હીમાં 24થી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા રમખાણમાં 200 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તો હજારો લોકોને હિજરત કરવા મજબૂર થયા હતાં. આ હિંસામાં 700 કેસ દાખલ થયા હતાં. 2400 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગત મહિનાની શરૂઆતમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ હિંસા અંગે કહ્યું હતું કે, "દિલ્હી હિંસામાં 79 ઘર અને 327 દુકાનોને ગંભીર રીતે સળગાવવામાં આવ્યા હતાં."