નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ ઘણા જ મોટા કેસોમાં જલ્દીથી ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. ક્રાઈમ બ્રાંચ ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણોને લગતા 42 મોટા કેસની તપાસ કરી રહી છે અને તેઓ દ્વારા પહેલાથી જ કેટલાક મહત્વપૂર્ણ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી અનુસાર, ક્રાઇમ બ્રાંચ દ્વારા દિલ્હી રમખાણોને લગતા 42 મોટા કેસોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં અંકિત શર્મા હત્યા, રતનલાલ હત્યા કેસ સહિત ઘણા મોટા કેસ છે. તમામ કેસોની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ બનાવવામાં આવી રહી છે.
અંકિત શર્મા હત્યા કેસ, દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલ રતન લાલની હત્યા સહિતના ઘણા મોટા કેસોમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ પહેલા જ દાખલ કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય ઘણા મહત્વના કેસોમાં ક્રાઇમ બ્રાંચ ચાર્જશીટ ફાઇલ કરવા જઈ રહી છે લગભગ તમામ ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે અને તેમને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. આ માટે વકીલોની મદદ પણ લેવામાં આવી રહી છે.
અન્ય કેસમાં સ્થાનિક પોલીસ દાખલ કરશે ચાર્જશીટ
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વ દિલ્હી રમખાણો વખતે દિલ્હી પોલીસ દ્વારા 500થી વધુ FIR દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 42 ગુનાની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે બાકીના કેસોમાં સ્થાનિક પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. આ તમામ FIR મુસ્તાફાબાદ, જાફરાબાદ, ગોકુલપુરી, ભજનપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ તમામ કેસોની સ્થાનિક પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેઓ દ્વારા જલ્દી જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે.