ETV Bharat / bharat

કોરોના ટેસ્ટને લઈને ઉપ-રાજ્યપાલના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટનું સમર્થન

દિલ્હી હાઈકોર્ટ કોરોના પરીક્ષણને લઈને ઉપ-રાજ્યપાલના નિર્ણય પર મોહર લગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઇન્સ અનુસાર શંકાસ્પદ કોરોના દર્દીઓના પણ કોરોના પરીક્ષણની છૂટ હોવી જોઇએ. આ નિયમ પ્રાઇવેટ લેબ્સ પર પણ લાગુ પડવો જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે.

કોરોના ટેસ્ટને લઈને ઉપ-રાજ્યપાલના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટનું સમર્થન
કોરોના ટેસ્ટને લઈને ઉપ-રાજ્યપાલના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટનું સમર્થન
author img

By

Published : Jun 9, 2020, 3:39 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર દ્વારા થોડા સમય પહેલા જણાવવામાં આવ્યું હતું કે, જે વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણો ન હોય તેમનું કોરોના પરીક્ષણ કરવાની જરૂર નથી. પરંતુ ઉપ-રાજ્યપાલ દ્વારા આ આદેશને રદ કરવામાં આવ્યો હતો.

આ આદેશ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ઇએનટી સર્જરી માટે આપવામાં આવેલા નિર્દેશોથી વિપરીત હતો. આ નિર્દેશો અનુસાર જો કોઈ દર્દીની સર્જરી કરવાની જરૂર પડે તો તેનો કોરોના ટેસ્ટ કરાવવો જેથી જો તે કોરોના પોઝિટિવ હોય તો સંક્રમણ ફેલાવાની શક્યતા પર કાબૂ મેળવી શકાય.

આ મામલે ડૉ. મણી હિંગોરાનીએ અરજી દાખલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દિલ્હી સરકારનો આ આદેશ આંતરરાષ્ટ્રિય તબીબી ધારાધોરણોથી વિરુદ્ધ છે. કોઈપણ દર્દીની સર્જરી પહેલા તેનું કોરોના પરીક્ષણ જરૂરી છે. દર્દી કોરોના ના લક્ષણો ધરાવતો હોય કે ન હોય, જો તેનું સર્જરી પહેલા પરીક્ષણ કરવામાં આવે તો ડૉક્ટરો તથા નર્સની સમગ્ર મેડિકલ ટીમ સંક્રમણથી બચ શકે છે. પરંતુ જો કોરોના ના લક્ષણો ન હોવાને કારણે તેના પરીક્ષણ વગર સર્જરી કરવામાં આવે તો સમગ્ર હોસ્પિટલમાં સંક્રમણ નું જોખમ ઉભુ થઈ શકે છે.

જોકે હવે હાઇકોર્ટની સુનાવણી બાદ આ મામલે સ્પષ્ટતા થઇ ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.