ETV Bharat / bharat

દિલ્હી સરકારનો ડીએમને આદેશ, કોરોનાના નિયમોનું કડકથી થાય પાલન - latest news of delhi

દિલ્હી સરકારે દિલ્હીના તમામ જિલ્લા અધિકારીને કોરોના સંબંધિત નિયમોનું કડકથી પાલન થાય તે માટે નિર્દેશ કર્યો છે.

Arvind kejriwal
Arvind kejriwal
author img

By

Published : Jul 17, 2020, 7:48 AM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 1 લાખ 18 હજારને પાર પહોંચી છે. જોકે સંક્રમણ રેટ પહેલા કરતાં ઘટ્યો છે અને રિકવરી રેટ વધ્યો છે. પરંતુ તેમ છતાં કોરોનાના વધતા સંક્રમણની ગંભીરતાને નજરઅંદાજ કરી શકાય નહી. તેથી સરકાર દ્વારા કોરોના સંબંધિત નિયમોનું કડકથી પાલન થાય તે માટે આદેશ આપવામાં આવ્યો છે.

Etv Bharat
દિલ્હી સરકારનો ડીએમને આદેશ, કોરોનાના નિયમોનું કડકથી થાય પાલન

તમામ ડીએમને આદેશ

દિલ્હી સરકાર તરફથી દિલ્હીના તમામ જિલ્લા અને જિલ્લા અધિકારીને નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની સ્થિતિમાં નિયમોનું કડકથી પાલન થવું જોઈએ. જો કોઈ પણ આ નિયોમોનું ઉલ્લઘંન કરે તો તેના પર સખત કાર્યવાહી કરવા દિલ્હી સરકારે જણાવ્યું છે. આ ઉપરાંત દર અઠવાડિયે આ અંગે સરકારને રિપોર્ટ પણ આપવા કહ્યું છે.

ફરજિયાત નિયમો

સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશમાં પાંચ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

  • ક્વોરન્ટાઈનના નિયમોનું પાલન કરવું
  • સોશિયલ ડિસ્ટન્સ જાળવવું
  • સાર્વજનિક સ્થળો અને વર્કપ્લેસ પર માસ્ક પહેરવું
  • જાહેર સ્થળો પર થુંકવું નહી
  • જાહેર સ્થળો પર પાન, ગુટખા કે તમાકુનું સેવન કરવું નહી

દિલ્હી સરકાર દ્વારા જણાવાયું છે કે આ તમામ નિયમોનું કડકથી પાલન થવું જોઈએ. નિયમોનો ભંગ કરનારને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.