નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે 17 મે પછી લોકડાઉનમાં રાહત અંગે લોકો અને નિષ્ણાતો પાસેથી સૂચનો માંગ્યા છે. કેજરીવાલે કહ્યું કે, તેમની સરકાર ગુરુવારે કેન્દ્રને આ સંદર્ભમાં પ્રસ્તાવ મોકલશે.
17 મે પછી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉનમાં રાહત અંગે લોકો અને નિષ્ણાતો પાસેથી સૂચનો માંગ્યા છે. આ સૂચનો બુધવારે સાંજે 5 વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર 1031, વોટ્સએપ નંબર 8800007722, અથવા delhicm.suggestions@gmail.com પર મોકલી શકાશે.
આ સૂચનોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર 14 મેના રોજ સૂચનો કેન્દ્ર સરકારને મોકલશે. જેથી કેન્દ્ર સરકાર લોકડાઉન અંગે નિર્ણય લે. મુખ્યપ્રધાને સૂચનો આપવા માટે ફોન નંબર, વ્હોટ્સએપ નંબર અને ઇમેઇલ આઈડી પણ જાહેર કર્યા છે.
કેજરીવાલે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પ્રતિબંધિત વિસ્તારો સિવાય રાષ્ટ્રીય પાટનગરમાં આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવી જોઈએ.