નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શુક્રવારે કોરોના વાઇરસને લઈને ડિજિટલ મીડિયાને સંબોધન કર્યું હતું. મીડિયાને સંબોધન કરતાં તેમણે જણાવ્યુ કે, દિલ્હીમાં કુલ 39 કોરોના વાઇરસના પોઝિટિવ કેસ છે. તેમાંથી 29 બહારથી આવ્યા હતા અને તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા અને તેમાંથી 10 સ્થાનિક કેસ છે. તેમણે જણાવ્યું કે, અમે 325 સ્કૂલોમાં બપોરનું ભોજન અને રાત્રિના જમવાની વ્યવસ્થા કરી છે. આ તમામ શાળાઓમાં 500 જેટલા લોકોને ભોજન આપવામાં આવશે. હમણાં સુધી અમે દરરોજ 20,000 લોકોને ભોજન પૂરું પાડતા હતા, હવે આજથી આ સંખ્યા વધીને 2,00,000 થઈ જશે.
આ અગાઉ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે બપોરે 12 વાગ્યે બૈજલ સાથે સંયુક્ત રૂપે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોના વાઇરસનો નવો કેસ સામે આવ્યો છે. જેમાથી 36 લોકોમાંથી 26 લોકો વિદેશથી પરત ફર્યા છે.
મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે, ઈ-કોમર્સ કંપનીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં ઘરે ઘરે સામાન પહોંચાડી શકે છે અને લોકડાઉન અવધિ દરમિયાન ફક્ત તેમના ઓળખ કાર્ડને માન્ય ગણવામાં આવશે.
કેજરીવાલે કહ્યું કે, લોકો મુખ્યત્વે ઘરોની અંદર રહે છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ જીવલેણ વાઇરસના ફેલાવાને રોકવા માટે વધુ સાવચેતી રાખવી વધુ જરૂરી છેુ મુખ્યપ્રધાને કહ્યું કે, મોહલ્લા ક્લિનિકના એક ડૉક્ટર અને તેના પરિવારને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, તેમ છતાં આ કેન્દ્રો બંધ નહીં થાય અને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાને કહ્યું કે, અમે કોવિડ -19 દર્દીઓની સારવાર કરનારા ડોકટરો અને પેરામેડિકલ કર્મચારીઓની તપાસ કરવાનું ચાલુ રાખીશું.