સોનીપતઃ લોકડાઉન દરમિયાન દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી ગન્નૌરમાં ક્રિકેટ રમ્યા હતા. આ દરમિયાન, સોશ્યિલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. રવિવારે લોકડાઉન વચ્ચે, દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી શેખપુરા યુનિક સ્ટેડિયમમાં ક્રિકેટ રમવા પહોંચ્યા હતા.
આ દરમિયાન મનોજ તિવારીએ બંને ટીમો વચ્ચેની મેચમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેચમાં તેમની ટીમ માટે પ્રથમ બેટિંગ કરતી વખતે મનોજ તિવારીએ 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી કુલ 67 રન બનાવ્યા હતા. આ પછી તેો કેચ આઉટ થયા હતા.
મેચ દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. સ્ટેડિયમમાં સંબોધન દરમિયાન મનોજ તિવારી લોકોથી ઘેરાયેલા દેખાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં ઉભેલા કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.