નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીથી મળતી માહિતી અનુસાર, દિલ્હીના તમામ બૂથ પર EVM મશીનની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAST શામેલ છે.
- 3 વિધાનસભામાં બેલેટ યુનિટમાં વધારો કરવામાં આવશે
EVMમાં ફક્ત 16 બટન હોવાથી, જો કોઈ વિધાનસભામાં ઉમેદવારોની સંખ્યા 15 કરતાં વધારે હોય, તો ત્યાં બેલેટ યુનિટની સંખ્યામાં વધારો કરવામાં આવશે. દિલ્હીની 3 વિધાનસભા બેઠક પર ઉમેદવારોની સંખ્યા 15થી વધારે છે. માટે અહીં 2 બેલેટ યુનિટ રાખવામાં આવશે. આ સ્થિતિમાં કરાવાલ નગર, નવી દિલ્હી અને બુરારી એસેમ્બલીમાં બેલેટ યુનિટની સંખ્યા 2 રાખવામાં આવશે.
EVMમાં કુલ 3 ભાગ હોય છે. જેને કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPAT કહેવામાં આવે છે. દરેક બૂથ પર કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટની સંખ્યા 1-1 હોય છે. જ્યારે બેલેટ યુનિટની સંખ્યા ઉમેદવારોની સંખ્યા પર આધારિત હોય છે.
- EVM રિઝર્વ રાખવામાં આવશે
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ EVMમાં ટેકનિકલ ખામી સર્જાવાની શક્યતા રહેલી છે. જેથી દરેક સ્ટ્રોંગ રૂમમાં પહેલેથી જ રિઝર્વ મશીન રાખવામાં આવ્યાં છે. આ તૈયારીને આધારે ચૂંટણી અધિકારીઓ સફળ ચૂંટણી યોજવાનો દાવો કરી રહ્યાં છે.