રાજધાની દિલ્હીમાં ટુંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈ જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ જ્યાં રાજકીય દળ ચૂંટણીને લઈ તેમની રણનીતિ બનાવવામાં લાગ્યા છે. ત્યારે બીજી બાજુ અફધાનિસ્તાન અને બાંગ્લાદે સહિત કુલ 17 દેશોનું ચૂંટણી પ્રતિનિધિમંડળે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી ઓફિસે આવી ભારતની ચૂંટણી પ્રકિયા વિશે માર્ગદર્શન મેળવ્યું હતું.
પ્રતિનિધિ મંડળે ભારતમાં ચૂંટણી પહેલાની તૈયારીઓને જોવા માટે આવ્યા હતા. દિલ્લી મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે સૌનું સ્વાગત કર્યુ અને માર્ગદર્શન આપ્યું હતું. સિંહે ચૂંટણીના સમયે ઉપયોગી તમામ મશીનો જેવાકે ઈવીએમ અને બેલેટ પેપર વિશે માહિતી આપી હતી. પ્રતિનિધિ મંડળમાં કેટલાક લોકોને ઈવીએમ મશીનને લઈ ઉત્સુકતા હતી. રણવીર સિંહે કહ્યું કે, ઈવીએમમાં પડેલા વોટ સુરક્ષિત છે તેમાં કોઈ ચેડા થવાની સંભાવના નથી.
આ સિવાય તેમણે કાશ્મીર ગેટ સ્થિત મ્યૂઝિયમની પણ મુલાકાત લીધી હતી. જેમાં 17 દેશોમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ, સીરિયા,ઝિમ્બામ્બે વગેરે દેશ સામેલ છે.