SCOને સંબોધન કરી રક્ષાપ્રધાને કહ્યું કે, આર્થિક સહયોગ અમારા લોકોના ભવિષ્યને મજબુત કરવા અને વધુ સારું જીવન સુનિશ્ચિત કરવાનો પાયો છે. આ અમારા માટે ખુબ મહત્વ રાખે છે.
સાથે જ એમણે કહ્યું કે, એક પક્ષવાદ અને સંરક્ષણવાદે કોઈનું સારૂં કર્યું નથી.
આ સંદર્ભમાં ભારત પોતાના કેન્દ્રમાં વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોને રાખી એક પારદર્શી, નિયમ-આધારિત, સમાવેશ અને ભેદભાવ વિનાના બહુપક્ષીય વ્યાપાર પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે.
રક્ષાપ્રધાન બોલ્યા, આતંકવાદ આપણા સમાજને વિધ્ન પહોંચાડી રહ્યો છે અને આપણા વિકાસના પ્રયાસોને નબળા કરી રહ્યો છે. આ મુસીબત સામે લડવા માટે એક જ રસ્તો છે, અને તે અપવાદ અથવા બેવડા ધોરણો વગર, તમામ આંતરરાષ્ટ્રીય કાયદા અને તંત્રને આતંકવાદ અને તેમના સમર્થનને પહોંચી વળવા માટે મજબુત કરવા અને લાગૂ કરવાનો છે.