વાયુસેના પાસે વિમાનોની સંખ્યા ઓછી થઇ હોવાને કારણે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઇને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારના રોજ જણાવ્યું કે, HAAL 83, LCA 83, તેજસ માર્ક 7 Aના ફાઇટર વિમાનની ખરીદવાની પ્રક્રિયા છેલ્લા તબક્કામાં છે. જેનો પત્ર EOI એ બહાર પાડ્યો છે.
તેઓએ વધુમાં કહ્યું કે, આશરે 200 વિમાનોની ખરીદવાનો પત્ર બહાર પાડવામાં આવ્યો છે. LCA માટે ટેન્ડર પર આ વર્ષે કરાર કરવામાં આવશે. આ ઉપરાંત વિમાનોની ખરીદીને લઇને પુછતા જણાવ્યું કે, વિમાનોની ખરીદીની કાર્યવાહી વહેલી તકે પુરી કરવામાં આવશે.