કોલકાતા: કોવિડ-19ના સકારાત્મક મામલાની ઓછી સંખ્યાને લઈને આલોચનાનો સામનો કરી રહેલી પશ્ચિમ બંગાળ સરકારે આક્ષેપ કર્યો છે કે, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) દ્વારા કોલકાતાને આપવામાં આવેલી કોવિડ-19ની ટેસ્ટ કીટ ખામીયુક્ત છે.
રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ટ્વીટની શ્રેણીમાં, સરકારે કહ્યું છે કે આઇસીએમઆર-એનઆઇસીઇડી દ્વારા લગભગ બે અઠવાડિયા પહેલા પૂરી પાડવામાં આવેલી પરીક્ષણ કીટ મોટી સંખ્યામાં અનિર્ણિત પરિણામો આપી રહી છે. આ કારણોસર ફરીથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ બાબતે મમતા સરકારે કહ્યું કે, જ્યારે કીટ સીધા પૂણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુનાથી મળી હતી, ત્યારે ત્યાં કોઈ સમસ્યા નહોતી. પરંતુ હાલમાંજ આઇસીએમઆરએ એનઆઇસીઇડીને જે કીટ આપી છે, તે ખામીયુક્ત છે.
પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે, આ સમસ્યાનો સામનો માત્ર રાજ્ય સરકારની પ્રયોગશાળાઓ જ નહીં પરંતુ દેશની અન્ય પરીક્ષણ પ્રયોગશાળાઓ દ્વારા પણ કરવામાં આવ્યો છે.