રાજસ્થાનઃ આસપુર (ડુંગરપુર) જિલ્લાના આસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાડા ઘોડિયા ગામના કુવાના ખોદકામ દરમિયાન કાટમાળ ધરાશાયી થતાં ચાર મજૂરો દબાઈ ગયા હતા. જેમાં એક મજૂરનું મોત થયું છે અને બે મજૂરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કાટમાળ નીચે દબાયેલા અન્ય એક મજૂરની શોધ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યાનુસાર, શનિવાર રાત્રે વાડા ઘોડિયા ગામે કુવાનું ખોદકામ થતું હતું. ત્યારે કૂવામાંથી એકઠો કરેલો કાટમાળનો ઢગલો અચાનક ધસડી પડ્યો હતો. જેના કારણે કુવાની અંદર કામ કરતાં ચાર મજૂરોને દબાઈ ગયા હતા. જેમાંથી બે મજૂરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ગંભીર ઈજાને પગલે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
આ ચાર કામદાર પૈકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક કામદારની હજુ સુધી કોઈ જાણકારી મળી હતી. હાલ, તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં આસુર SDM સુનિલકુમાર ઝિગોનીયા અને સાગવારા નાયબ નિરંજન ચારણ, પોલીસ અધિકારી રિઝવાન ખાન અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને અસ્પુર મોરચેરીમાં રાખીને તેમને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.