ETV Bharat / bharat

સરકારે રાફેલ નીતિઓની સમીક્ષા કરવાની જરૂર : કેગ રિપોર્ટ - રાફેલ ડીલ

CAGએ રાફેલે ફાઇટર પ્લેનની ડીલ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે તેની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે. કેગના અહેવાલ મુજબ ઓફસેટ કરારમાં સામેલ શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. વિગતવાર વાંચો ....

કેગ
કેગ
author img

By

Published : Sep 24, 2020, 12:11 PM IST

નવી દિલ્હી: દેશના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ રાફેલ ફાઇટર જેટ સોદા અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિક્રેતા(વેન્ડર) ઓફસેટમાં નિર્ધારિત શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે. કેગે કહ્યું કે સંરક્ષણ મંત્રાલયે તેની નીતિઓની સમીક્ષા કરવાની જરૂર છે.

36 રાફેલ વિમાનના ઓફસેટ કરારની શરૂઆતમાં, પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે વિક્રેતા ડીઆરડીઓને ઉચ્ચ તકનીક આપીને 30 ટકા ઓફસેટ પૂર્ણ કરશે, પરંતુ હજી સુધી વિક્રેતાએ ટેકનોલોજીના ટ્રાન્સફરની ખાતરી આપી નથી.

દેશી તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન બનાવવા માટે ડીઆરડીઓને આ ટેકનીકની જરૂર હતી.

કેગના રિપોર્ટ અનુસાર ઓફસેટ પોલિસીને ઇચ્છિત પરિણામો નથી મળી રહ્યા, તેથી મંત્રાલયે નીતિ અને તેનો અમલ કેવી રીતે કરવો તેની સમીક્ષા કરવાની જરૂર છે. આ સાથે, જ્યાં પણ સમસ્યા છે ત્યાં તેને ઓળખવાની જરૂર છે અને તેનો ઉપાય શોધવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, 29 જુલાઈએ ભારતને પાંચ રાફેલ વિમાન મળ્યા છે. ફ્રાન્સ સાથે 36 વિમાનની ડીલ 59 હજાર કરોડ રૂપિયામાં થઈ હતી.

આ ડીલમાં ઓફસેટ પોલિસી અનુસાર, વિદેશી કંપનીએ કરારનો 30 ટકા હિસ્સો ભારતના સંશોધન અથવા ઉપકરણોમાં ખર્ચ કરવો પડશે. આ 300 કરોડથી વધુની દરેક આયાત પર લાગુ પડે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.