ETV Bharat / bharat

કોરોનાનો કહેર: મજૂરી કરીને પેટીયું રળતા લોકો બેકાર બન્યા

કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. લોકોમાં ફેલાયેલા ડરની અસર કામકાજ ઉપર પણ પડી રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમોથી લઈને કારોબાર તેમજ અન્ય ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યાં છે. આ હાલત માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી. દેશના અન્ય રાજ્યોમાં પણ છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની છે.

daily-work-labour-become-unemployed-due-to-corona-virus-effect
કોરોનાને કારણે કામ માટે મારી રહ્યા છે વલખા
author img

By

Published : Mar 15, 2020, 5:28 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાયરસે પોતાના ભરડામાં લગભગ સમગ્ર દુનિયાને લીધી છે. આ વાયરસનો પ્રભાવ લોકોના સ્વસ્થ્યની સાથે આર્થિક ક્ષેત્રમાં પણ અસર કરી રહ્યો છે. મોટા ક્ષેત્રની સાથે આ વાયરસની અસર છુટક મજૂરી કરીને પેટીયું રળતા મજૂરો ઉપર પડી છે. મજૂરી નહીં મળતા તેમની હાલત દયનીય બની છે.

રામ બહાદુર બિહારના રહેવાસી છે. તેઓ છેલ્લા 5 વર્ષથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં તંબુ લગાવવાનું કામ કરે છે. હાલ કોરોના વાયરસના ફેલાવાને કારણે વિવિધ કાર્યક્રમો રદ થવાના કારણે તેને છેલ્લા કેટલાક દિવસેથી કામ મળી રહ્યું નથી.

બિહારના રક્સૌલના વાલ્મીકી પ્રસાદનો ટેન્ટ બિઝનેસ છે. તેમની સાથે થયેલી ફોન પરની વાતચીત દરમિયાન જણાવ્યું કે, કોરોના વાયરસ ફેલાવાના ડરથી લોકો લગ્ન કરવાનું મોકૂફ રાખે છે. બિહાર સાથેની નેપાળની સરહદ બંધ કરી દેવામાં આવી છે, લોકોમાં ભયનું વાતાવરણ છે, જેના કારણે તેઓએ લગ્નથી લઈને સગાઈ સુધીના તમામ કાર્યક્રમો રદ કરી રહ્યાં છે.

દિલ્હીના સાકેતમાં એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિક વિપુલે જણાવ્યું કે, માર્ચમાં તેની પાસે ત્રણ મોટા કાર્યક્રમઓ યોજાવાના છે, આ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસને કારણે તેમની કામગીરી પર ભારે અસર થઈ છે.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટેના સાવચેતી પગલા તરીકે, લોકો ભીડથી દૂર રહેવા માટે જાહેર કાર્યક્રમો રદ કરી રહ્યાં છે. ઘણા લોકો પણ હોળીની સભાથી દૂર રહ્યા હતા, જે દર વર્ષે જોવા મળે છે. તેમ હોળીના પ્રસંગે એટલો ઉત્સાહ જોવા મળ્યો ન હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળી પર રંગો, ગુલાલ અને પિચકારીની માગ ઘણી ઓછી રહી છે. વાણંદ અને ધોબીના વ્યવસાયને પણ અસર થઈ છે.

ચીનમાંથી હવે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ભારત પણ આમાંથી બાકાત રહ્યું નથી. દેશમાં જીવલેણ કોરોના વાયરસે 2 લોકોનો ભોગ લીધો છે. દુનિયાભરમાં લગભગ 1.34 લાખ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જ્યારે, 5000 લોકોને કોરોના વાયરસ ભરખી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.