ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઈ દિબ્રૂગઢ અને ગુવાહાટીના જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં કર્ફ્યૂને આંશિક છૂટછાટ અપાઈ હતી.
ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ અનુસાર, અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, 11 ડિસેમ્બરના રોજ સાંસદમાં નાગરિકતા સંશોધન બિલને પસાર થયા બાદ આસામના કેટલાયે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. 13 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ એક્ટ બની ગયો છે.
મુખ્યપ્રધાને કર્યું ટ્વિટ વિરોધને લઈ આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ પ્રતિક્રિયા આપવા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે તમામ વાસ્તવિક ભારતીય નાગરિકો અને આસામના લોકોના હકનું રક્ષણ કરવા કટિબદ્ધ છીએ.
જ્યારબાદ દિસપુર, અઝાન બજાર, ચાંદમારી, સિલપુખુરી અને ઝૂ રોડ સહિત અનેક જગ્યાઓ પર લાંબી કતાર જોવા મળી હતી. અધિકારીઓએ કહ્યું કે, પોલીસ લોકોને આ રાહત અંગે માહિતી આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહી છે.