શિલૉન્ગઃ મેઘાલયના પૂર્વી ખાસી હિલ્સ જિલ્લામાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA) અને ઇનર લાઇન પરમિટ (ILP) પર એક બેઠક દરમિયાન કેએસયુ સભ્યો અને ગેર આદિવાસીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જે બાદ છ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, CAA વિરોધી અને આઇલપીના સમર્થનમાં થયેલી બેઠક દરમિયાન ખાસી સ્ટુડન્ટ્સ યુનિયનના સભ્યો અને ગેર આદિવાસી વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ બેઠક શુક્રવારે જિલ્લાના ઇચામતિ વિસ્તારમાં યોજાઇ હતી.
વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યના છ જિલ્લો પૂર્વી જયંતિયા હિલ્સ, પશ્ચિમ જયંતિયા હિલ્સ, પૂર્વી ખાસી હિલ્સ, રી ભોઇ, પશ્ચિમી ખાસી હિલ્સ અને દક્ષિણ પશ્ચિમી ખાસ હિલ્સમાં શુક્રવારે રાત્રે 48 કલાક માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
એક અધિકારીએ આદેશ આપ્યો કે, શિલૉન્ગ અને આસપાસના વિસ્તારોમાં 28 ફેબ્રુઆરીએ રાત્રે દસ કલાકથી 29 ફેબ્રુઆરીએ સવારે 8 કલાક સુધી કર્ફ્યુ લાગ્યો હતો.