રાજસ્થાન: હનુમાન બેનીવાલે તેમની ટ્વીટમાં રાજ્ય સરકારને લાંબા સમય સુધી વિધાનસભા સભ્ય રહેલા સ્વર્ગીય રાજા માનસિંહના નકલી એન્કાઉન્ટર કેસમાં 35 વર્ષ બાદ કોર્ટે દ્વારા દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવતા આ ચૂકાદા પર પોતાનું નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સ્વર્ગીય રાજા માનસિંહના નકલી એન્કાઉન્ટરની ઘટનાથી સમગ્ર જાટ સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી. જનતાને આશા હતી કે, દોષિતોને ફાંસીની સજા થશે. આ અંગે રાજ્ય સરકારને હું અપીલ કરું છું કે આ ચૂકાદાને ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવે.
20 ફેબ્રુઆરી 1985ના રોજ રાજસ્થાનના તત્કાલીન મુખ્યપ્રધાન શિવચરણ માથુર કોંગ્રેસ નેતા વિંજેન્દ્રસિંહના સમર્થનમાં જનસભા રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે હનુમાનજીની તસ્વીર વાળા પીળા રંગના ઝંડા લહેરાતા હતા. કોઈ કોંગ્રેસી સમર્થકે તે ઝંડો હટાવી કોંગ્રેસનો ઝંડો લગાડી દેતા રાજા માનસિંહ નારાજ થયા હતા અને તેમણે તેમની જીપ વડે ટક્કર મારી મુખ્યપ્રધાન શિવચરણ માથુરનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું.
ત્યારબાદ 21 ફેબ્રુઆરીએ રાજા માનસિંહ પોતાના સમર્થકો સાથે રેલી કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ અથડામણમાં તેમનું મોત થયું હતું. અને ત્યારથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.