ETV Bharat / bharat

દિલ્હીમાં CRPFના જવાનનું કોવિડ-19ના કારણે મોત - અર્ધલશ્કરી દળો

55 વર્ષિય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનનું મંગળવારે કોરોના વાઈરસના કારણે મોત નીપજ્યું હતું. આ અંગે અધિકારીઓએ સત્તાવાર માહિતિ આપી હતી.

CRPF
CRPF
author img

By

Published : Apr 29, 2020, 9:55 AM IST

નવી દિલ્હી: દિલ્હીમાં CRPFના 55 વર્ષીય જવાનનું કોરોના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. તેનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા 24મી એપ્રિલના રોજ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ જવાન આસામના બારપેટા જિલ્લાના સરપ્તાના રહેવાસી હતો. દિલ્હી સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 31મી બટાલિયન સાથે જોડાયેલો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આંતરિક સલામતી અને સરહદની સુરક્ષા માટેના આશરે 10 લાખ કર્મચારીઓની મજબૂત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અથવા અર્ધલશ્કરી દળોમાં રોગચાળાને લીધે થયેલું આ પ્રથમ મૃત્યુ છે.

ગૃહ પ્રધાન અમિત શાહે આ જવાનના મૃત્યુ બાદ જણાવ્યું કે, CRPFના જવાનો એક બહાદુર સૈનિક હતા, જેણે અંતિમ શ્વાસ સુધી કોવિડ-19 સામે લડત આપી હતી. સોમવારે મારે તેમના પરિવારના સભ્ય સાથે વાતચીત થઈ હતી. આ સ્થિતિમાં આખો દેશ તેમની સાથે છે.

આ જવાન 31 બટાલિયનમાં ફરજ બજાવતા હતા, જેમાં 23 અન્ય જવાનોને કોરોના વાઈરસના કારણે દાખલ કરવામાં આવ્યા છે. બીએસએફ અને સીઆઈએસએફ જેવા અન્ય સીએપીએફમાં પણ કેટલાક પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં મંગળવાર સાંજ સુધીમાં દેશભરમાં 29,974 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં હજૂ પણ 22,010 કોરોના પોઝિટિવ કેસ છે. કોવિડ-19થી 7026 જેટલા લોકો સાજા થયા છે, જ્યાંરે 937 લોકો મોતને ભેટ્યા છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં ભારતમાં સૌથી વધુ 8585 કોવિડ-19ના કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં 3548 અને દિલ્હીમાં 3108 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.