હૈદરાબાદઃ પ્રાપ્ત અહેવાલ અનુસાર આ મોડેલ એવી માહિતી શોધી શકે છે જે નરી આંખે ઓળખી શકાતી નથી અને આ માહિતી કોરોના વાઇરસના ચેપની સારવારમાં મદદરૂપ પણ થઇ શકે તેમ છે આ મોડેલ છાતીના એક્સ રેનું વિશેલેષણ કરવા આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને કોમ્પ્યુટરના વીઝનનો ઉપયોગ કરે છે.
એઆઇ છાતીના એક્સ રેમાં ન્યૂમોનિયાનો સંકેત આપતા શંકાસ્પદ જીવાણુઓને શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. યાદ રહે કે કોવિડ-19ની બિમારીમાં ન્યૂમોનિયા એ સામાન્ય લક્ષણ ગણવામાં આવે છે. ન્યૂમોનિયા માટે જે પોઝિટિવ વાઇરસ હોય છે તેનું વિશ્લેષણ કરાયા બાદ જો સાર્સ-કોવ-ના કારણે જ ન્યૂમોનિયા થયો હશે તો બીજું મોડેલ તેની સારવાર કરવાના ઉપયોગમાં લેવાશે એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
કોમ્પ્યુટર એન્ડ મશીન વિઝન (સીએમવી-વૈકલ્પિક)માં અનુસ્નાતક બનાવતા એમએસસીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બે ગ્રૂપે પોતાના ગ્રૂપના પ્રોજેક્ટ માટે આ પડકાર ઝીલી લેવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને સમસ્યા ઉપર સાથ-સહકારથી કામ કરવાનું અને બાદમાં તેના ઉપાયનું વિભાજન કરવાનું કહેવામાં આવે છે.
આ ગ્રૂપે હાલના હયાત ડેટાના દૃષ્ટાંતથી કોમ્પ્યુરનું શિક્ષણ આપતી પધ્ધતિનું ખુબ ઉંડાણપૂર્વક અધ્યયન કર્યું હતું. આ ગ્રૂપનું માનવું છે કે તેઓનું એઆઇ મોડલ પરિણામની એકદમ સચોટ આગાહી કરી શકવા સક્ષમ છે તેથી હવે તેઓ પોતાની આગાહીની વિશ્વનિયતામાં વધુ સુધારો કરવા નવા અલ્ગોરિધમ ઉપર કામ કરી રહ્યા છે.
આ વર્ષે કોવિડ-19 અને લોકડાઉનના કારણે ગ્રૂપ પ્રોજેક્ટની પ્રવૃત્તિ ભારે પ્રભાવિત થઇ હોવાથી સંખ્યાબંધ વિદેશી વિદ્યાર્થીઓ પોતાના વતન પાછા જતાં રહ્યાં હતાં. જો કે આ ગ્રૂપ એકદમ કૃતનિશ્ચયી હતું તેથી તેઓએ ચીન, ફ્રાન્સ જેવા હજારો કિલોમિટર દૂર આવેલા અને ક્રેનફિલ્ડ અને મિલ્ટન કીનીઝ જેવા નજીકના સ્થળોએ બેસીને પણ પોતાનો પ્રોજેક્ટ ચાલું રાખ્યો હતો.
ક્રેનફિલ્ડ યુનિવર્સિટી ખાતે કોમ્પ્યુટેશનલ એનિજનિયરિંગના લેક્ચર આપતા ડો, ઝીશાન રાણા આ પ્રોજેક્ટ અંગે તેઓનું માર્ગદર્શન કરી રહ્યા છે. હવે તે આ પ્રોજેક્ટને તેના બીજા સ્તર સુધી વિકસાવવા ઉદ્યોગો સાથે અથવા તો તબીબી સત્તાવાળાઓ સાથે ભેગા મળીને એક સાથ-સહકારયુક્ત તક ઉપલબ્ધ કરાવવાની શક્યતાઓ ચકાસી રહ્યા છે. આ પ્રોજેક્ટના બીજા સ્તરમાં તે વધુ ઉંડાણપૂર્વકની માહિતી મેળવવા અને વધુ સચોટ પરિણામ મેળવવા સીટી (કોમ્પ્યુટર ટોમોગ્રાફી) સ્કેન અને વધુ એડવાન્સ એવા એઆઇ અલ્ગોરિધમનો ઉપયોગ કરશે.
ડો. રાણાએ કહ્યું હતું કે આ પાઇલોટ પ્રોજેક્ટમાં જે સંસોધન હાથ ધરાયું તે અમને વધુ આશાસ્પદ પરિણામ સુધી દોરી ગયું છે અને હવે આ સફળતાના આધારે કોવિડ-19 સામેના જંગમાં મદદરૂપ થવાની દિશામાં આગળ વધવા વિચારી રહ્યા છીએ. મારા સંશોધકોએ જે કામ કર્યું છે તેનું મને ખુબ ગૌરવ છે. આ વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટીની શાખરૂપ છે અને તેઓના પ્રોજેક્ટને હાથ ધરવામાં દૂર બેઠા બેઠા પણ સાથ-સહકાર આપવા બદલ હું અનહદ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.
આ ગ્રૂપે મશીનની મદદથી અલ્ગોરિધમ શીખવતી પારંપારિક પદ્ધતિ અને હાલના હયાત ડેટાના દૃષ્ટાંતથી કોમ્પ્યુરનું શિક્ષણ આપતી પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાયેવું એઆઇ મોડેલ પરિણામની એકદમ સચોટ આગાહી કરવામાં સક્ષમ છે. જો કે આ ગ્રૂપનું માનવું છે કે તેઓ હજુ વધુ મજબૂત અને વધુ વિશ્વસનીય પરિણામ આપવા નવા અલ્ગોરિધમને પણ વિકસાવી શકવા સક્ષમ છે.