નવી દિલ્હી: કોરોના વાયરસની અસર હવે રેલવે સેવાઓ પર જોવા મળી રહી છે. મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવે દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં કરવામાં આવ્યો છે. મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવે દ્વારા 17 માર્ચથી 31 માર્ચ સુધી 50 ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેનમાં મુંબઈ-પુણે વચ્ચે દોડતી 11007 દખ્ખન એક્સપ્રેસ અને પુણે-મુબંઈ વચ્ચે ચાલનારી 11008 ડેક્કન એક્સપ્રેસ પણ સામેલ છે.
પશ્ચિમ રેલવીની વાત કરવામાં આવે તો મુંબઈ સેન્ટ્રલ-ઈન્દોર ટોરોન્ટો એક્સપ્રેસ ટ્રેન નંબર 12227, જામનગર હમસફર એક્સપ્રેસ ટ્રેન નંબર 22923, જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ટ્રેન નંબર 22924, મુંબઈ સેન્ટ્રલ જયપુર ટ્રેન નંબર 12239 રદ કરવામાં આવી છે.
- મધ્ય રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેન
- પશ્ચિમ રેલવે દ્વારા રદ્દ કરવામાં આવેલી ટ્રેન
- દક્ષિણ રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ટ્રેન
જીવલેણ કોરોના વાયરસની અસર હવે ભારતમાં જોવા મળી છે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વાયરસનાં પગલે 64 વર્ષનાં એક વૃધ્ધનું મોત થયું.
ત્યાં જ આ શખશની પત્ની પણ વાયરસથી ચેપગ્રસ્ત છે, મહારાષ્ટ્રમાં થયેલા આ મોત બાદ ભારતમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા 3 થઇ ગઇ છે, જ્યારે તેનાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ 137 પહોંચી છે.