ETV Bharat / bharat

કોરોનાના સંકટ વચ્ચે એક સારા સમાચાર! વૈજ્ઞાનિકોએ ચેપ લગાડતા કલ્ચર્ડ કોષોને અટકાવતું એન્ટિબોડી શોધી લીધું - અટરેચ યુનિવર્સિટી

સમગ્ર દુનિયા જ્યારે કોરોના વાઇરસ સંકટ સામે ઝઝૂમી રહી છે ત્યારે વૈજ્ઞાનિકોએ કોવિડ-19 સામે રક્ષણ આપી શકે તેવું એન્ટીબોડી તૈયાર કર્યું છે જે માનવ કોષને કોવિડ-19ના ચેપ સામે રક્ષણ આપી શકે છે. એન્ટીબોડી એટલે શરીમાં રોગ પેદા કરતા કોઇ પણ તત્વનો નાશ કરી શકે તેવો પ્રોટીન. આ પ્રોટીન શરીરમાં જે તે રોગ સામે પ્રતિકારક શક્તિ વિકસાવે છે. આ શોધ શ્વસનની બિમારી કોવિડ-19ની સારવાર કરવા અથવા તેને અટકાવવા માટે સંપૂર્ણ માનવ એન્ટીબોડી તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

કોરોનાના સંકટ વચ્ચે એક સારા સમાચાર ! વૈજ્ઞાનિકોએ ચેપ લગાડતા કલ્ચર્ડ કોષોને અટકાવતું એન્ટિબોડી શોધી લીધું

author img

By

Published : May 10, 2020, 9:59 AM IST

ન્યૂઝડેસ્કઃ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અટરેચ યુનિવર્સિટી, ઇરાસ્મસ મેડિકલ સેન્ટર અને હાર્બર બાયોમેડ (HBM)ના વૈજ્ઞાનિકોએ એક સંપૂર્ણ માનવ મોનોક્લોનલ એન્ટિબોડી શોધી કાઢ્યું છે જે ચેપ લગાડતા કલ્ચર્ડ કોષોથી પેદા થતા SARS-CoV-2 (COVID-19) વાયરસને અટકાવે છે.

સંપૂર્ણ માનવ એન્ટિબોડી પરંપરાગત થેરાપ્યુટિક એન્ટિબોડી કરતા અલગ છે જે ઘણીવખત “માનવીકરણ” કરતાં પહેલાં અન્ય પ્રાણીઓમાં વિકસાવવામાં આવે છે જેથી તેમને લોકોમાં ટ્રાન્સમિટ કરી શકાય.

આ શોધ શ્વસનની બિમારી કોવિડ-19ની સારવાર કરવા અથવા તેને અટકાવવા માટે સંપૂર્ણ માનવ એન્ટીબોડી તૈયાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

અટરેચ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર, રિસર્ચ લીડર ડૉ. બિરેન્ડ-જાન બૉશે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં 2002/2003માં જ્યારે SARS-CoV સામે આવ્યો હતો ત્યારે તેમની ટીમે તેને ટાર્ગેટ કરીને એન્ટિબોડીઝ તૈયાર કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, “SARS-CoVના આ કલેક્શનનો ઉપયોગ કરીને અમે એક એન્ટિબોડી ઓળખી કાઢ્યો છે જે કલ્ચર્ડ કોષોમાં SARS-CoV-2ના ચેપનો પણ નાશ કરે છે. આ ન્યૂટ્રલાઇઝ્ડ એન્ટિબોડી ચેપ લાગેલા યજમાનમાં ચેપની રીત બદલવાની ક્ષમતા ધરાવે છે. તે વાયરસ ક્લિયરન્સ તેમજ ચેપ લાગ્યો ના હોય તેવી વ્યક્તિને વાયરસ સામે રક્ષણ આપવાની શક્તિ પણ ધરાવે છે.”

ડૉ. બૉશે વધુમાં જણાવ્યું હતું કે, એન્ટિબોડી એવા ડોમેન સાથે જોડાય છે જે SARS-CoV અને SARS-CoV-2 બંનેમાં સચવાયેલો હોય છે. તેનો અર્થ તે થયો કે તે બંને પ્રકારના વાયરસનો નાશ કરી શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “એન્ટિબોડીનું આ ક્રોસ-ન્યૂટ્રલાઇઝિંગ ફીચર ઉત્સાહજનક છે અને તે કોરોના વાયરસને કારણે ભવિષ્યમાં પેદા થનારી બીમારીઓના શમનની કદાચ ક્ષમતા ધરાવે છે.”

અભ્યાસના પીએચડી કો-લીડ ઑથર, ઇરાસ્મસ મેડિકલ સેન્ટર, રોટરડેમના સેલ બાયોલોજીના એકેડેમી પ્રોફેસર અને હાર્બર બાયોમેડના સ્થાપક ચીફ સાયન્ટિફિક ઑફિસર ફ્રેન્ક ગ્રોસ્વેલ્ડે જણાવ્યું હતું કે, આ એન્ટિબોડીના લક્ષણો અંગે વધુ સંશોધન કરવા માટે અને કોવિડ-19ની સંભવિત સારવારની દિશામાં આગળ વધવા માટે આ શોધ મજબૂત પાયો રચે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આ કામમાં ઉપયોગમાં લેવાયેલો એન્ટિબોડી ‘સંપૂર્ણ માનવીય’ છે જેને કારણે તેના પર સંશોધન ઝડપથી થઇ શકશે અને તે માનવમાં રોગપ્રતિકારક શક્તિને લગતી આડઅસરોની સંભાવના ઘટાડશે.”

HBMના ફાઉન્ડર ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ડૉ. જિંગસોંગ વાંગે જણાવ્યું હતું કે, આ એક ક્રાંતિકારી સંશોધન છે અને આ એન્ટિબોડી માનવમાં બીમારીની ગંભીરતાને ઘટાડવા કે તેની સામે રક્ષણ મેળવવા સક્ષમ છે કે કેમ તેના પર વધુ કામ કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે આ સંશોધન કોરોના વાયરસથી થતી બીમારીને અટકાવવા કે તેની સારવાર કરવા માટે સંપૂર્ણ માનવ એન્ટિબોડી તૈયાર કરવા તરફની દિશામાં પ્રારંભિક પગલું છે. કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં 35 લાખ લોકો સંક્રમિત થયા છે અને 2.45 લાખથી વધુ લોકોના મોત થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.