બનાસકાંઠા: પાલનપુરના રાજપુર પખાણવા ગામે છેલ્લા કેટલાક સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અચાનક જ એક ખેડૂત દ્વારા પોતાની જમીન હોવાનો દાવો કરીને કબજો લેવા પહોંચતા બીજા ખેડૂતે આ જમીન પોતાની માલિકીનું હોવાનું કહેતા ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં તો બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા, જેથી મામલાએ વધુ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. ખેતરમાં લોકોના ટોળા ભેગા થતા તાત્કાલિક તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.
પોલીસે મામલાને શાંત પાડ્યો: તાલુકા પોલીસની ટીમને ધીંગાણું સર્જાય તેવી પરિસ્થિતિની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ખેતરોમાં ભેગા થયેલા ટોળાને વિખેરવામાં આવ્યા હતા અને પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડ્યો હતો. એમ પણ કહી શકાય કે ધીંગાણું સર્જાય તે પહેલા જ પોલીસ સમયસર ખેતરે પહોંચી ગઈ હતી અને બંને જૂથ વચ્ચે બબાલ થતાં રોકાઈ હતી. આ સમગ્ર ઘટના ઉગ્ર બને તે પહેલા જ પોલીસે આ મામલાને થાળે પાડી દેતા મામલો વધુ બીચકતા અટક્યો હતો.
શું છે સમગ્ર ઘટના જાણો: મળતી માહિતી મુજબ પાલનપુર તાલુકાના ભૂતેડી રોડ પર આવેલા રાજપુર (પખાણવા) ગામની સીમના સર્વે નબર 114 વાળી જમીન બાદરપૂરા ગામના ચૌધરી મેઠાભાઈ ફ્તાભાઈના નામે ચાલતી હતી. જો કે રેવન્યુ રેકડના અધિકારીઓ દ્વારા દસ વર્ષ અગાઉ આ 114 સર્વે નંબરવાળી ચાર વીઘા જમીન ખેડૂતની જાણ બહાર અન્ય ખેડૂતના નામે કરી નાખી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
જમીન મામલે બબાલ: જમીનના મૂળ માલિક ચૌધરી મેઠાભાઈ ફ્તાભાઈને પોતાની જમીનમાં ભાઈએ ભાગ વેચણી કરાવવા જતા આ જમીનના ક્ષેત્રફળમાં ફેરફાર થયો હોવાની જાણ થઈ હતી. જેના કારણે ભાઈએ ભાગ મુજબ જમીનની વહેંચણી થઈ શકી ન હતી. જેથી ખેડૂત મેઠાભાઈ ચૌધરીએ તેમની જમીનનો રિસર્વે કરાવ્યો હતો. જેમાં જમીન બાજુમાં આવેલા ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલ લક્ષ્મીપુરાવાળાના કબ્જામાં હોવાનું સામે હોવાનું ધ્યાને આવતા કબજો લેવા જતા મામલો ઉગ્ર બન્યો હતો.
પોલીસને કરાઈ જાણ: જોકે બાજુમાં આવેલા ખેડૂત વિજયભાઈ રાજાભાઈ પટેલે આ જમીન પોતાની હોવાનો દાવો કર્યો છે. જેથી જમીનનો કબજો લેતા સમયે બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને જમીન કબજા માટે ધીંગાણું સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરંતુ પોલીસને જાણ થતાં પોલીસ સમયસર પહોંચી જતા મામલો સમજાવટ બાદ થાળે પાડ્યો હતો.
મહત્વનું છે કે રેવન્યુ રેકર્ડ ચેક કર્યા વિના જ અધિકારીઓ દ્વારા ગોટાળા કરવામાં આવતા હોવાના આક્ષેપો વારંવાર ઉઠી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને સામસામે આવીને ઝઘડવાનો વારો આવતો હોય છે અને ખેડૂતોને જમીનનો કબજો મેળવવા માટે કાયદાકીય સંઘર્ષ વધી જતા હોય છે. જોકે ઘણીવાર મામલો ઉગ્ર બનતા મારામારી સુધી પણ પહોંચી જતો હોય છે.
આ પણ વાંચો: