જુનાગઢ: સમગ્ર વિશ્વના ઈસાઈ સમુદાય આજે મધ્ય રાત્રીએ ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરશે, ત્યારે જુનાગઢ ચર્ચ ખાતે પણ ભગવાન ઈસુના જન્મોત્સવને મનાવવાને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે.
આ વર્ષે પ્રેમ અને ભાઈચારાના સંદેશ સાથે ક્રિસમસના તહેવારની ઉજવણી થશે જેની તૈયારીને આખરી ઓપ જૂનાગઢના ચર્ચમાં આપવામાં આવી રહ્યો છે.
જુનાગઢના ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણીની તૈયારીનો ધમધમાટ
સમગ્ર વિશ્વનો ઈસાઈ સમુદાય આજે મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા જઈ રહ્યો છે. જૂનાગઢમાં આવેલા ચર્ચમા પણ આજે મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મોત્સવને મનાવવા માટેની તૈયારીઓ ચર્ચના પાદરી અબ્રાહમની દેખરેખ અને હાજરીમાં થઈ રહી છે.
![ભગવાન ઈસુના જન્મોત્સવને મનાવવા માટેની તૈયારીઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-12-2024/gj-jnd-03-xmas-vis-01-byte-02-pkg-7200745_24122024140713_2412f_1735029433_689.jpg)
આજે મધ્યરાત્રીએ ભગવાનના જન્મ ઉત્સવને મનાવવા માટે ઈસાઈ સમુદાયના લોકો ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે જુનાગઢ ચર્ચમાં પણ જન્મોત્સવને લઈને વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
![નાતાલ પર્વને લઈને ઈસાઈ પરિવારમાં ખુશીનો માહોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-12-2024/gj-jnd-03-xmas-vis-01-byte-02-pkg-7200745_24122024140713_2412f_1735029433_7.jpg)
પ્રેમ અને ભાઈચારા ના સંદેશ સાથે ઉજવાશે નાતાલ
વર્ષ 2024નું નાતાલ પર્વ પ્રેમ અને ભાઈચારાના સંદેશા સાથે ઉજવવામાં આવશે સમગ્ર વિશ્વમાં પ્રેમ અને ભાઈચારાનું વાતાવરણ સતત આગળ વધે તેને જાળવી રાખવામાં નાતાલનું પર્વ સમગ્ર વિશ્વને નવી દિશા આપે તેવા વિચારો સાથે પણ નાતાલનું પર્વ ઉજવાશે.
![જુનાગઢ ચર્ચમાં ક્રિસમસની ઉજવણીની તૈયારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-12-2024/gj-jnd-03-xmas-vis-01-byte-02-pkg-7200745_24122024140713_2412f_1735029433_314.jpg)
જૂનાગઢમાં રહેતા ખ્રિસ્તી પરિવારો પણ આ જ પ્રકારે મધ્યરાત્રીએ ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાઈ અને સમગ્ર વિશ્વ આ સંદેશ મુજબ આગળ વધે તે પ્રકારની આ વર્ષની નાતાલની ઉજવણી થવા જઈ રહી છે. જેની તમામ તૈયારીઓને આખરી ઓપ જૂનાગઢના ચર્ચમાં આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો