અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં 23મી ડિસેમ્બરના રોજ અજાણ્યા શખ્સો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો બનાવ બન્યો હતો. ઘટનાના 24 કલાકમાં પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા છે અને 5માંથી 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસની 20 જેટલી ટીમો આરોપીઓની તપાસમાં લાગી હતી અને 1000થી વધુ સીસીટીવી ખંગાળ્યા બાદ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનારા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
2 આરોપીઓ પકડાયા, 3ના નામ સામે આવ્યા
આ અંગે આજે જોઈન્ટ પોલીશ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું કે, મેહુલ ઠાકોર અને ભોલા નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બાકીના 3 આરોપીઓના નામ પણ સામે આવી ગયા છે. જેઓ મોબાઈન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા છે એની પણ પાછળ ક્રાઈમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે. આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ પાસે રહે છે. મૂર્તિ ખંડિત કરવાના કારણની જો વાત કરવામાં આવે તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે. ત્યાં નાળિયા સમાજ રહે છે અને આ લોકોનો જુની માથાકૂટ ચાલે છે.
સમાજ વચ્ચેની દુશ્મનીમાં કૃત્યુ કર્યું?
તેમણે આગળ કહ્યું, વર્ષ 2018 માં બંને સમાજ વચ્ચે અલગ-અલગ બે વાર ક્રોસ રાઇટિંગના ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતો અને 23 તારીખની જે FIR દાખલ થઈ છે, એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે. બાકી આગળની તપાસ ખોખરા પોલીસ કરશે.
ઘટના બાદથી સ્થાનિકોમાં રોષ હતો
ખાસ છે કે, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો બનાવ બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે આરોપીઓની જલ્દીથી જલ્દી પકડવા માટે પોલીસને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આખરે આરોપીઓ પકડાઈ જતા પોલીસ દ્વારા તેમના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ દરમિયાન જ આરોપીઓને આ કૃત્ય કરવા માટે કોઈએ ઉશ્કેર્યા હતા, તેમને ભાગવામાં અને છુપાવવામાં કોઈએ મદદ કરી હતી સહિતના પ્રશ્નોના જવાબ સામે આવશે.
આ પણ વાંચો: