નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન તથા અને એજિસ્થ્રોમાઈસીન દવા આપવામાં આવે છે, ત્યારે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તે આ સારવારમાં દીશા નિર્દેશમાં કોઈ પણ પ્રકારમો બદલાવનો નિર્દેશ આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે તે તેના વિશેષજ્ઞ નથી.
જસ્ટિસ એનવી રમણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટસ બીઆર ગવઈએ બિન સરકારી સંગઠન પીપુલ ફોર બેટર ટ્રિટમેન્ટની અરજી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી હતી. જેના પર સુપ્રિમ કોર્ટેમાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણીમાં કોર્ટે કહ્યું કે કોરોના વાઈરસના ઉપચાર માટે હજી સુધી કોઈ દવા શોધાઈ નથી. ડોક્ટર્સ તેના ઉપાયના અલગ અલગ રીતો અપનાવી રહ્યાં છીએ.
કોર્ટે વધુમાં કહ્યું કે, કરોના વાઈરસના ઉપચારના નિર્દેશો વિશે નિર્ણય લેવાનું કામ ડોક્ટર્સનું છે. અદાલત તેના વિશેષજ્ઞ નથી, અને તે એ નિર્ણય ન લઈ શકે કેવી રીતે ઉપચાર કરવો જોઈએ.
નોંધીનીય છે કે હાલ કોરોનાની સારવાર માટે જે દવા વપરાઈ રહી છે તે દવા હ્રદયના દર્દીઓ માટે જોખમી છે. જેની જાણકારી ખુદ આ દવા બનાવતી ચીની કંપનીએ આપી હતી. માટે જ કોરોનાની સારવારને લઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.