નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સા માધ્યમથી દેશના તમામ સરપંચો સાથે વાતચીત કરી હતી. તમામ સરપંચ દૂરદર્શનના માધ્યમથી પોત-પોતાના ઘરથી, સામાજિક અંતર રાખીને નિયમોનું પાલન કરતા આ કોન્ફરન્સમાં સામેલ થયા હતા.
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ E-GramSwaraj પોર્ટલ, મોબાઇલ ઍપ અને સ્વામિત્વ યોજનાનો શુભારંભ કર્યો હતો.
આ બેઠકમાં મોદીએ કહ્યું કે, કોરોનાએ આપણા બધાના કામની રીત બદલી નાખી છે. પહેલા આપણે કોઇ પણ કાર્યક્રમને આમનો-સામનો કરી રહ્યા હતા, પરંતુ આજે તે જ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ દ્વારા કરીએ છીએ. આજે આ કાર્યક્રમમાં જોડાનારા તમામ લોકોનું હું સ્વાગત કરું છું.
આજે અમુક લોકોને સારા કામો માટે પુરસ્કાર મળી રહ્યા છે. પુરસ્કાર મેળવાનારા બધા લોકોને મારી શુભેચ્છા અને તે ગામના બધા લોકોને પણ શુભકામના. કોરોના મહામારીએ આપણે અનેક મુસિબતો આપી છે, જેની આપણે કલ્પના પણ ન કરી હોય, પરંતુ આ પણ મોટી વાત છે કે, આ મહામારીએ આપણને નવી શિક્ષા અને સંદેશો પણ આપ્યો છે.
હું આ કાર્યક્રમના માધ્યમથી બધા લોકોને એક સંદેશો આપવા ઇચ્છું છું. કોરોનાના સંકટે આપણને સૌથી મોટી વાત શીખવી છે કે, હવે આપણે આત્મનિર્ભર બનવું પડશે. વગર આત્મ નિર્ભર બનીએ આ સંકટો સામે લડવું મુશ્કેલ છે. ગામડાઓ પોતાની મૂળભુત જરુરિયાતો માટે આત્મનિર્ભર બને. જિલ્લા પોતાના સ્તર પર, રાજ્ય પોતાના સ્તર પર અને એવી જ રીતે દેશ કઇ રીતે આત્મ નિર્ભર બને તે ખૂબ જ જરુરી છે.
5-6 વર્ષ પહેલા એક સમય હતો, જ્યારે દેશની સોથી પણ ઓછી પંચાયતો બ્રોડબેન્ડ સાથે જોડાયેલી હતી. હવે સવા લાખથી વધુ પંચાયતો સુધી બ્રોડબેન્ડની સુવિધા પહોંચી છે. એટલું જ નહીં, ગામડાઓમાં કૉમન સર્વિસ સેન્ટરોની સંખ્યા પણ 3 લાખને પાર છે.
PM મોદીએ કહ્યું- સરકારે ભારતમાં જ મોબાઇલ બનાવવાનું અભિયાન ચલાવ્યું હતું, તેનું પરિણામ છે કે, આજે ગામે-ગામ સુધી સ્માર્ટ ફોન પહોંચ્યા છે. તે આજે આટલા મોટા સ્તર પર વીડિયો કોન્ફરન્સ થઇ રહી છે. આ બધુ જ તેને કારણે જ શક્ય બન્યું છે.
આ દરમિયાન જે સરપંચ PMની સાથે પોતાના વિચારો રજૂ કરવાના હતા, તે પોતાની નજીકના એક કૉમન સર્વિસ સેન્ટર પર જઇને વાત કરી રહ્યા હતા.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છા આપતા કહ્યું કે, ભારતની વિકાસ યાત્રામાં પંચાયતી રાજ સંસ્થાઓની પ્રભાવી ભૂમિકા છે.
PM મોદીએ શુક્રવારે ઇ- ગ્રામ સ્વરાજ એકીકૃત પોર્ટલનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત PM મોદીએ ડ્રોન આધારિત નવીનતમ સર્વેક્ષણ ટેકનિકનો પ્રયોગ કરતા સ્વામિત્વ નામના કેન્દ્રીય યોજનાનો પણ શુભારંભ કર્યો હતો.
આ પહેલા પંચાયતી રાજ દિવસના અવસર પર પંચાયતી રાજ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને લખેલા પત્રમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પંચાયતી રાજ સંસ્થાઓના સભ્ય વીર યોદ્ધાઓની જેમ સમર્પણની સાથે કોરોના મહામારી સામે લડવાનું છે.
વડાપ્રધાને લખ્યું કે, મહાત્મા ગાંધીનું માનવું હતું કે, ભારતની આત્મા ગામડાઓમાં વસે છે. આપણી સરકાર આ વિચારને સાથે રાખીને આગળ વધી રહી છે કે, સશક્ત ગ્રામિણ અર્થવ્યવસ્થા દેશના વિકાસની કુંજી છે. ગામડાઓમાં સર્વાંગ વિકાસ માટે લેવામાં આવેલા પગલા આપણા આ સંકલ્પને દર્શાવે છે.