નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનું જોખમ દિવસેને દિવસે વધી રહ્યું છે. દિલ્હીથી લઈને મુંબઈ, બેગલુરુ અને કોલકાતા સુધી કોરોના વાઈરસના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું છે. જેથી લોકો ઘર કેદ રહેવા માટે મજબૂર થયા છે.
આ બધાની વચ્ચે તંત્ર પણ લોકોની સહાય માટે અવનવી યોજનાઓ લાગુ કરી રહ્યું છે. સાથે લોકો સુધી વહેલી તકે મદદ પહોંચાડવા માટે પણ સજ્જ થયું છે, ત્યારે તમામ રાજ્યોમાં શું સ્થિતિ છે? તે અંગેની જાણકારી મેળવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા રાજ્યપાલ સાથે મિટિંગ કરી હતી. જેમાં તેમણે રાજ્યની સ્થિતિ અને સુવિધા વિશેની જાણકારી મેળવી હતી.
-
राष्ट्रपति कोविन्द ने उपराष्ट्रपति के साथ, COVID-19 से संबंधित मुद्दों पर सभी राज्यों और केंद्र शासित प्रदेशों के राज्यपालों, उपराज्यपालों और प्रशासकों के साथ बातचीत की। उन्होंने इस चुनौती से निपटने में सभी हेल्थ प्रोफेशनल्स तथा अन्य सभी के प्रयासों की सराहना की। pic.twitter.com/kOb0id6KbX
— President of India (@rashtrapatibhvn) March 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">राष्ट्रपति कोविन्द ने उपराष्ट्रपति के साथ, COVID-19 से संबंधित मुद्दों पर सभी राज्यों और केंद्र शासित प्रदेशों के राज्यपालों, उपराज्यपालों और प्रशासकों के साथ बातचीत की। उन्होंने इस चुनौती से निपटने में सभी हेल्थ प्रोफेशनल्स तथा अन्य सभी के प्रयासों की सराहना की। pic.twitter.com/kOb0id6KbX
— President of India (@rashtrapatibhvn) March 27, 2020राष्ट्रपति कोविन्द ने उपराष्ट्रपति के साथ, COVID-19 से संबंधित मुद्दों पर सभी राज्यों और केंद्र शासित प्रदेशों के राज्यपालों, उपराज्यपालों और प्रशासकों के साथ बातचीत की। उन्होंने इस चुनौती से निपटने में सभी हेल्थ प्रोफेशनल्स तथा अन्य सभी के प्रयासों की सराहना की। pic.twitter.com/kOb0id6KbX
— President of India (@rashtrapatibhvn) March 27, 2020
રાષ્ટ્રપતિ ભવન દ્વારા મળેલી માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉપરાષ્ટ્રપતિ સાથે મળીને COVID-19 સંબધિત મુદ્દાઓની ચર્ચા કરી હતી. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના રાજ્યપાલ, ઉપરાજ્યપાલ અને પ્રશાસકો સાથે વાતચીત કરી હતી. સાથે જે તેમના દ્વારા કરાયેલી કામગીરીને બિરદાવીને વધુ મજબૂત રીતે લોકોની સેવા માટે આગળ રહેવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાઈરસના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઈ છે. જેથી રાજ્ય સરાકરા કેન્દ્ર સાથે મળીને કામ કરી રહી છે. તો કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાજ્યપાલ સાથે મળીને પોતાના પ્રશાસનનો વહીવટ સંભાળી રહ્યું છે.
આ પહેલા પણ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સ્વાસ્થ્ય પ્રધાનો અને મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જેમાં તેમણે કોરોના વાઈરસ અંગે તૈયારી વિશેની માહિતી મેળવી હતી અને કેન્દ્ર દ્વારા મદદ પહોંચાડવાનો દિલાસો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે દેશમાં અત્યાર સુધી 700થી વધુ લોકોના કેસ નોંધાયા છે. જેના પગલે 24 માર્ચે વડાપ્રધાને દેશ લોકડાઉન લાગુ કર્યુ હતું અને સૌને પોતાના ઘરમાં રહેવા જણાવ્યું હતું.