હૈદરાબાદઃ આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 માટેના પરીક્ષણોમાં ઝડપથી વધારો કરવામાં આવ્યો છે. પોઝિટિવ કેસ દરમાં સતત ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 6,423નો ઘટાડો નોંધાયો છે. સમગ્ર દેશમાં કુલ 31 લાખ 67 હજારથી વધુ કેસ નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 58,390 નોંધાયો છે.
દિલ્હી
- આ મહિને કરવામાં આવેલા સેરોલોજિકલ ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે, 5થી 17 વર્ષની ઉંમરના લોકોને કોરોના વાઈરસ ઝડપથી સંક્રમિત કરે છે.
- 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટમાં કરવામાં આવેલા ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે, રાજધાનીના 29.1 ટકા લોકોમાં એન્ટિબોડી વિકસિત થઈ ગઈ છે.
મહારાષ્ટ્ર
- પરભનીમાં 1600 ગણેશ પંડાલ આ વખતે કોરોના મહામારીને કારણે સ્થાપિત કરવામાં આવ્યા નથી.
- મંગળવારે 351 પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા.
- કુલ 14,067 પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે અને 142 પોલીસકર્મીઓના મોત નીપજ્યાં છે.
કેરળ
- રાજ્યમાં 2300 નવા કેસ નોંધાયા છે.
- 2142 લોકો ઈન્ફેક્ટેડ લોકોના સંપર્કમાં આવ્યા હતા અને 174ને ખબર નથી કે તેઓ કોરોનાથી કઈ રીતે સંક્રમિત થયા
- 61 લોકો વિદેશથી પરત આવ્યા હતા, જ્યારે 118 લોકો બીજા રાજ્યમાંથી આવ્યા હતાં.
ઓડિશા
- ભુવનેશ્વરમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ 1200 રુપિયા નક્કી કરવામાં આવ્યો છે.
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દુર્ગાપૂજાને મંજૂરી આપવામાં આવી નથી.
કર્ણાટક
- કૉંગ્રેસ નેતા ડી.કે.શિવકુમાર કોરોના પોઝિટિવ આવ્યા છે.
- રવિવારે તબિયત ખરાબ થતાં તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત રદ્દ કરી હતી.
મણિપુર
- મણિપુરના સમાજ કલ્યાણ પ્રધાન નેમચા કીપજેને મંગળવારે ફેસબુક પર જણાવ્યું હતું કે, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું.