ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ 27 લાખ 67 હજારથી વધુ કેસ, કુલ મૃત્યુઆંક 52,889 - india corona update

કોરોના વાઈરસનો ફેલાવો વિશ્વભરમાં વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કોરોના સામે લડવા માટે એક અસરકારક રસી વિકસાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બુધવારે કહ્યું હતું કે, નબળી રોગપ્રતિરોધક શક્તિ ધરાવતા લોકો કોરોના વાઈરસના ચેપ માટે વધુ સંવેદનશીલ છે. આરોગ્ય પ્રધાને યોગ્ય અને સલામત ખોરાક ખાવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભાર મૂક્યો હતો.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Aug 19, 2020, 10:28 PM IST

હૈદરાબાદઃ કોરોના વાઈરસનો ફેલાવો વિશ્વભરમાં વધી રહ્યો છે. વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કોરોના સામે લડવા માટે એક અસરકારક રસી વિકસાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યાં છે. દરમિયાન, આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બુધવારે કહ્યું હતું કે, નબળી રોગપ્રતિરોધક શક્તિ ધરાવતા લોકો કોરોના વાઈરસના ચેપ માટે વધુ સંવેદનશીલ છે. આરોગ્ય પ્રધાને યોગ્ય અને સલામત ખોરાક ખાવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભાર મૂક્યો હતો. દેશભરમાં કોરોના કેસનો કુલ આંકડો 27 લાખ 67 હજારથી વધુ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 52,889 પર પહોંચ્યો છે.

COVID-19 news from across the nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • રાજધાનીમાં હોટલો અને સાપ્તાહિક બજારોને ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
  • અધિકારીઓએ અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે પ્રતિબંધ હળવા કર્યા છે.
  • દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અથવા ડીડીએમએએ બુધવારે નિર્ણય કર્યો હતો.
  • દિલ્હી સરકાર દ્વારા સંચાલિત રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોનાથી સાજા થયા પછી જો કોરોના વાઈરસના લક્ષણો ફરી જોવા મળશે તો દર્દીઓ માટે પોસ્ટ-કોવિડ ક્લિનિક શરૂ થશે. ગુરુવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરશે.

કર્ણાટક

  • 5 મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજ્યમાં 20 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • રાજ્યમાં 2 લાખ 41 હજાર કરતાં વધુ કેસ છે.

ઝારખંડ

  • ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • ગુપ્તાએ આ જાહેરાત ટિ્‌વટર પર કરી હતી
  • ગત અઠવાડિયામાં તેમની સાથે સંપર્કમાં આવનારા બધાને પોતાનું પરીક્ષણ કરવા વિનંતી કરી હતી.
  • કોંગ્રેસ નેતાએ કોરોના વાઈરસથી સુરક્ષિત રહેવા માટે બધાને ઘરે રહેવાની વિનંતી કરી હતી.

ઓડિશા

  • ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ એસ્પિમ્પોટિક કોવિડ-19 પોઝિટિવ દર્દીઓ માટે શહેરમાં "પે એન્ડ યુઝ" આઇસોલેશન સુવિધા તરીકે ત્રણ OYO હોટલને સૂચિત કરી છે.
  • OYO હોટેલ્સ અને રૂમ્સ હેઠળ સંબંધિત મેનેજમેન્ટ સાથે પરામર્શ કર્યા પછી, OYO હોટેલ્સ અને રૂમ્સ હેઠળની મિલકતોને આઇસોલેશન સુવિધા તરીકે જાહેર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.