હૈદરાબાદ: દેશમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે 66,999 નવા કેસ નોંધાયા હતા. આ છઠ્ઠો દિવસ છે જ્યારે 60,000થી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓનો આંકડો 23 લાખ 96 હજારને પાર થઇ ગયો છે. જોકે 17 લાખ જેટલા લોકો સાજા પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 942 લોકોના મોત સાથે મૃત્યુનો આંક વધીને 47,033 પર પહોંચી ગયો છે.
ઉત્તર પ્રદેશ
છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના નવા 4603 કેસ નોંધાયા છે અને 50 લોકોના મોત થયા છે. રાજધાની લખનઉમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 621 કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા છે. લખનઉમાં 7039 સક્રિય કેસ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2280 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી
રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં COVID-19ના 956 નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ વધીને 1 લાખ 49 હજાર 460 થઇ ગયા છે. કુલ મૃત્યુઆંક 4167 પર પહોંચી ગયો છે.
તેલંગાણા
તેલંગાણામાં કોવિડ -19ના નવા 1931 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 86,475 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં વધુ 11 લોકોના મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 665 થઈ ગઈ છે.
ઓડિશા
ઓડિશામાં એક દિવસમાં 1981 નવા કેસ નોંધાયા બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 52,653 થઈ ગઈ છે. ગત 24 કલાકમાં વધુ 9 લોકોના મોત સાથે મૃતકોની કુલ સંખ્યા વધીને 314 થઈ છે.
ગુજરાત
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 1092 કેસ નોંધાયા હતા. સાથે જ 1046 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ગુરૂવારે 18 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 75483 પર પહોંચી ગયો છે.
ઝારખંડ
ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે 8 લોકોના મોત થયા છે, જ્યારે 788 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12197 લોકો સાજા થયા છે અને 7858 લોકો સારવાર હેઠળ છે.
બિહાર
ગુરુવારે 3906 નવા કેસ નોંધાયા હતા. સાથે કુલ સંક્રમિત લોકોનો આંકડો 94459 પર પહોંચી ગયો છે. 62507 દર્દીઓને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે.