ETV Bharat / bharat

ઈન્ડિયા કોરોના અપડેટઃ કુલ એક્ટિવ કેસ 3 લાખ 90 હજાર, મૃત્યુઆંક 27,497

દેશભરમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં કુલ કોવિડ-19ના કેસની સંખ્યા 11 લાખથી પણ વધુ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,90,459 છે. મૃત્યુઆંક 27,497 નોંધાયો છે. જ્યારે 7 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ
author img

By

Published : Jul 20, 2020, 10:40 PM IST

હૈદરાબાદઃ દેશભરમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર કરતાં પણ વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં કુલ કોવિડ-19ના કેસની સંખ્યા 11 લાખથી પણ વધુ છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,90,459 છે. મૃત્યુઆંક 27,497 નોંધાયો છે. જ્યારે 7 લાખથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

covid-19-news-from-across-the-nation
ઈન્ડિયા કોરોના અપડેટ

દિલ્હી

  • દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન કોવિડ-19થી રિકવરી બાદ કામે પરત ફર્યા છે.
  • 17 જૂને સ્વાસ્થ્ય પ્રધાન કોરોના પોઝિટિવ આવ્યા હતા.
  • તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • સત્યેન્દ્ર જૈનને પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ

  • સોમવારે રોગચાળાને રોકવા માટે રચાયેલી 11 વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે બેઠક યોજતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં એસિમ્પ્ટોમેટીક કોવિડ દર્દીઓ તેમની હકીકત છુપાવતા હોવાનું તેમને ધ્યાનમાં આવ્યું છે. જો ચેપગ્રસ્ત છે, જે રાજ્યમાં રોગના મોટા પાયે ફેલાવા માટેનું કારણ બની શકે છે.
  • તેમણે કહ્યું કે, આવા દર્દીઓ માટે હોમ આઈસોલેશન મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેઓએ અને તેમના પરિવારોએ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

બિહાર

  • કેન્દ્રની 3 સભ્યોની ટીમે બિહારના આરોગ્ય અધિકારીઓને રાજ્યના કોવિડ-19 કેસોમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોનું વધુ સારું સંચાલન કરવા અને તેમની ક્ષમતામાં વધારો કરવા જણાવ્યું છે.
  • કેન્દ્રએ આરટી-પીસીઆર પરીક્ષણો પર ભાર મૂકતાં રાજ્ય સરકારે તમામ કોવિડ -19 રોગના દર્દીઓ માટે ઓન-ડિમાન્ડ પરીક્ષણ સુવિધા આપવાની ખાતરી આપી હતી.

મધ્ય પ્રદેશ

  • મધ્ય પ્રદેશ કોંગ્રેસના નેતા પ્રેમચંદ બોરાસી ‘ગુડ્ડુ’ નો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે તેેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  • બોમ્બે હોસ્પિટલ પ્રમાણે રવિવારે સાંજે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • ચૂંટણી સંદર્ભે તેઓ ઘણાં લોકોને મળ્યાં હતા.

ઓડિશા

  • ઓડિશા સરકારે સોમવારે કોવિડ-19 પોઝિટિવ મૃતદેહોને અસરકારક રીતે સંચાલન અને નિકાલ માટે નાણાકીય જોગવાઈની જાહેરાત કરી છે.
  • આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા મુજબ, રાજ્ય સરકારે દરેક કોવિડ-19 પોઝિટિવ મૃતદેહોને સંભાળવા અને નિકાલ માટે રૂ. 7,500ની જોગવાઈ કરી છે.
  • આ રકમ મુખ્યપ્રધાન રાહત ભંડોળમાંથી ખર્ચ કરવામાં આવશે.

રાજસ્થાન

  • જૈતરણ કચેરીના 16 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સોમવારે સબડિવિઝન કચેરીને સીલ કરી દેવામાં આવી હતી.
  • ઓફિસને 23 જુલાઇ સુધી સીલ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.