હૈદરાબાદ: કોવિડ -19 રોગચાળો દેશના લગભગ તમામ રાજ્યોમાં ફેલાઇ રહ્યો છે. સંક્રમિતો વધતી સંખ્યા ચિંતાનો વિષય છે. જો કે, સંક્રમિતના રિકવરીના દરથી થોડી રાહત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસની સંખ્યા 3,42,473 છે. દેશમાં કોરોના વાઇરસના મોતની સંખ્યા 25,602 ની સપાટીએ પહોંચી ગઈ છે, જ્યારે 6,35,756 લોકોએ કોરોનાને હરાવ્યો છે જેથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
ગુજરાત
રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 949 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 46,520 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 770 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
દિલ્હી
દિલ્હીના કોવિડ -19 કેસના ઓછામાં ઓછા 25 ટકા કેસ કન્ટિમેન્ટ ઝોનના બહારના વિસ્તાર માંથી નોંધાયા છે, એમ દિલ્હી સરકારના એક અધિકારીએ ઉમેર્યું હતું કે તેઓ મોટાભાગના સંક્રમણના સ્ત્રોતને જાણતા નથી.
છેલ્લા 24 કલાકમાં કુલ 1,462 નવા કેસો સાથે દિલ્હીમાં કેસની સંખ્યા 1,20,107 થઇ ગઇ છે. 26 જેટલા મોત થયાં, જેનો આંકડો 3,541 પર પહોંચી ગયો. હાલ 99,301 લોકો રિકવર થયા છે અને 17,235 સક્રિય કેસ છે.
બિહાર
ભારતીય જનતા પાર્ટીના નેતા રામ કૃપાલ યાદવ અને તેમની પત્નીએ શુક્રવારે COVID-19 પોઝિટિવ આવ્યા છે. આ સિવાય રાજ્યના આરોગ્ય પ્રધાનની કચેરીના ઓછામાં ઓછા છ કર્મચારીઓ પણ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યામાં 1,742 કેસ નોંધાયા છે, અને કોરોના કેસની કુલ સંખ્યા 23,300 થઇ ગઇ છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર, જે 20 જુલાઈથી શરૂ થવાનું હતું, COVID-19 રોગચાળા વચ્ચે રદ કરવામાં આવ્યું છે.શુક્રવારે રાજ્યમાં 704 નવા કેસ અને 9 મોત નોંધાયા છે, જેમાં કુલ કેસની સંખ્યા 21,082 અને મૃત્યુનો આંકડો 698 પર પહોંચી ગયો છે.
હરિયાણા
શુક્રવારે રોહતકની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ભારત બાયોટેકની એન્ટી-કોવિડ -19 રસી કોવેક્સિનની માનવ પરીક્ષણની શરૂઆત થઇ, હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિલ વિજે ટ્વીટ કરી માહિતી આપી હતી.
ઉત્તરાખંડ
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે સપ્તાહના અંતમાં કડક લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે જાહેરાત કરી હતી.
રાવતે જણાવ્યું હતું કે, "COVID19 ના ફેલાવાને રોકવા માટે રાજ્યમાં શનિવાર અને રવિવારે લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આ માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે".
પંજાબ
શુક્રવારે હોશિયારપુરમાં કોરોના વાઇરસના 34 નવા કેસ નોંધાયા છે, જે જિલ્લામાં કુલ 246 નોંધાયા છે. જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાં હોશિયારપુરના સબ ટ્રેનિંગ સેન્ટર ખારકન કેમ્પના 31 બીએસએફ કર્મચારી છે. અન્ય ત્રણ પીએચસી માંડ પાંધેર, પીએચસી પોસી અને પીએચસી પાલડી હેઠળના ક્ષેત્રના છે.
છત્તીસગઢ
રાજનાંદગાંવ શિબિરના સોમની ગામના 20 જેટલા આઇટીબીપી સૈનિકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત સૈનિકોની સંખ્યા 47 પર થઇ ગઇ છે. આ દરમિયાન આરોગ્ય વિભાગની એક ટીમ શિબિરમાં સૈનિકોનો મેડિકલ સર્વે રિપોર્ટ તૈયાર કરી રહી છે. આ સાથે, તેમના પ્રવાસ ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે.