હૈદરાબાદઃ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ પ્રમાણે, ભારતે કોવિડ-19ના 90 લાખ ટેસ્ટનો આંકડો પાર કર્યો છે. ભારતમાં 6,04,641 કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા હતા. જેમાંથી 3,59,859 લોકો કોવિડ-19ના સંક્રમણથી મુક્ત થયા છે જ્યારે 17,834 લોકોના મોત થયા છે.
દિલ્હી
- કોવિડ-19ની મહામારી દરમિયાન દિલ્હીમાં પ્લાઝમાં બેંક પણ શરૂ કરવામાં આવી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોવિડ-19થી સંક્રમિત દર્દી સંક્રમણથી મુક્ત થયાના 14 દિવસ બાદથી પોતાનો પ્લાઝમાં ડોનેટ કરી શકે છે.
- ઓનલાઈન પત્રકાર પરિષદમાં કેજરીવાલે કહ્યું કે, પ્લાઝમાં દાતા બનવું ખુબ જ મોટી વાત છે અને આશા રાખુ છું કે આ બેંક થકી કોવિડ-19ના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે. સરકારે પ્લાઝમાં બેંક ILBS ખાતે શરૂ કરી છે.
- પ્લાઝમાં ડોનર માટે કેજરીવાલે કહ્યું, જેમની ઉમર 18 થી 60 વચ્ચે છે અને તેમાં 50 કિલોથી વધુના લોકો પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, ગર્ભવતી મહિલા પ્લાઝમાં ડોનેટ નહીં કરી શકે. જે લોકો ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છે અથવા જેમનું બ્લડ શુગર લેવલ જળવાયેલું નથી રહેતું તે લોકો પણ ડોનર નહીં બની શકે.
હરીયાણા
- મેડિકલ સાયન્સની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાં કોવિડ-19ની વેક્સીન COVAXIN ના માનવ પરીક્ષણો માટે તૈયારી શરૂ કરી છે.
- પરીક્ષણના પહેલા તબક્કે 375 લોકો પર પરીક્ષણ કરાશે અને બીજા તબક્કે 750 લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.
- હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપની દ્વારા આ રસી શોધવામાં આવી છે અને કંપની દ્વારા પ્રાણીઓ પર સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે.
ગુજરાત
- છેલ્લા બે સપ્તાહથી ખુબ મોટા આંકડાઓ સાથે રાજ્યમાં અત્યાર સધીમાં 5 હજાર કેસ આવી ચુક્યા છે. ગુજરાતના અમદાવાદ બાદ હવે સુરત પણ કોવિડ-19નું હોટ્સપોટ બનતું જાય છે.
હિમાચલ પ્રદેશ
- જયરામ ઠાકુરની સરકાર પર્યટન ક્ષેત્રોને ખોલવા માટે માનવ ઓપરેટીંગ પ્રોસિઝર (SOPs) પર કામ કરી રહી છે. જે COVID-19 રોગચાળાને લીધે અટકી ગઈ છે. પર્યટન વિભાગને પ્રવાસીઓ માટે SOPs તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી છે.
ઝારખંડ
- રાજ્ય સરકાર અનલૉક 2 નો તબક્કો પૂર્ણ થયા બાદ શાળાઓ ખોલવાની તૈયારીમાં છે. સરકારી શાળાઓમાં શિક્ષકોને COVID-19 ની માર્ગદર્શિકા અનુસરવા માટે ઓનલાઇન અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો.
- બધી શાળાઓ ફરીથી શરૂ કરતા પહેલા સ્વચ્છતા માટે સુયોજિત છે. શાળાઓ ખુલી ગયા બાદ પરિસ્થિતિની દેખરેખ માટે સિવિલ સર્જન, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણ અધિક્ષકની બનેલી એક સમિતિની રચના કરવામાં આવશે. જો કે, રમતો સહિતની આઉટડોર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવશે.
બિહાર
- બિહારમાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધીને 79 થયો છે. રાજ્યનો રીકવરી રેટ 77.52 છે જે દેશના રીકવરી રેટ 59.43 ટકા કરતા ઘણો વધું છે.
ઉત્તરાખંડ
- રાજ્યમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 2984 થઈ છે, જ્યારે વધુ 37 લોકો સંક્રમિત મળી આવ્યા છે. 2405 જેટલા દર્દીઓને રિકવરી બાદ રજા આપવામાં આવી છે અને હવે એક્ટીવ કેસની સંખ્યા 510 છે.
ઓડિશા
- રાજ્યમાં ગુરુવારે વધુ બે કોવિડ-19ના મોત નીપજ્યાં, રાજ્યમાં આ રોગને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે 229 નવા કેસ સાથે કુલ સંખ્યા વધીને 7545 થઈ ગઈ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. રાજ્યમાં હાલમાં 2,157 એક્ટીવ કેસ છે, જ્યારે 5,353 દર્દીઓ આ કોવિડથી મુક્ત થયા છે.