હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઈરસના સંક્રમણથી 43,379 લોકોના મોત થયા છે. સ્વાસથ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર ભારતના 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યાં છે.
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 21,53,010 સુધી પહોંચી છે. જેમાં 6,28,747 કેસ એક્ટિવ છે. 14,80,884 કોરોના સંક્રમિતો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 43,379 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે, આ આંકડો સતત બદલાતા રહે છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલય અલગ-અલગ રાજ્ય અને દૂરના વિસ્તારોમાં નોંધાયેલા આંકડાની નોંધ લઈ અંતિમ આંકડો જાહેર કરે છે.