ETV Bharat / bharat

માતાના દૂધના વિકલ્પોનું હાનિકારક માર્કેટિંગ અટકાવવામાં રાષ્ટ્રોની નિષ્ફળતા સામે WHO અને UNICEFની ચેતવણી

WHO અને UNICEFએ સ્તનપાન કરાવતી માતાઓને – તેઓ કોવિડ-19થી સંક્રમિત હોય અથવા તો તે માટે શંકાસ્પદ હોય, તો પણ બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત કરી હતી. સંશોધકોએ કોવિડ-19થી સંક્રમિત અથવા તો શંકાસ્પદ હોય તેવી માતાના દૂધનું પરીક્ષણ ચાલુ રાખ્યું છે, ત્યારે વર્તમાન પુરાવા સૂચવે છે કે, સ્તનપાન કરાવવાથી કોવિડ-19નો પ્રસાર થતો હોવાની શક્યતા નહિવત્ છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 1, 2020, 10:25 AM IST

હૈદરાબાદ: હૂ, યુનિસેફ તથા ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક (IBFAN)ના નવા અહેવાલમાં માલૂમ પડ્યું છે કે, માતાના દૂધના વિકલ્પોના બિનઆરોગ્યપ્રદ પ્રમોશનને અટકાવવાના પ્રયાસો છતાં, ઘણાં દેશો હજી પણ ગેરમાર્ગે દોરનારી જાહેરાતોથી માતા-પિતાનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે.

માતાના દૂધના વિકલ્પોનું હાનિકારક માર્કેટિંગ

કોવિડ-19 મહામારી પરિવારોને માતાના દૂધના વિકલ્પોની સલામતીના ખોટા દાવા અથવા તો સક્રિય માર્કેટિંગની પ્રવૃત્તિઓ સામે રક્ષણ પૂરું પાડવા માટે મજબૂત કાયદાની જરૂરિયાતને ઉજાગર કરે છે. માતાનું દૂધ બાળકનું જીવન બચાવે છે, કારણ કે તે એન્ટિબોડીઝ પૂરાં પાડે છે, જે બાળકોના આરોગ્યપ્રદ વિકાસમાં મદદરૂપ થાય છે અને બાળપણની ઘણી બિમારીઓ સામે તેમને રક્ષણ પૂરું પાડે છે.

હૂ અને યુનિસેફ મહિલાઓને કોવિડ-19 મહામારી દરમિયાન તેમનાં બાળકોને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે, પછી ભલે તે માતાઓ કોવિડ-19 ધરાવતી હોય કે તે માટે શંકાસ્પદ હોય. વર્તમાન પુરાવા સૂચવે છે કે, કોવિડ-19 ધરાવતી અથવા તો તે માટે શંકાસ્પદ હોય તેવી માતા દ્વારા બાળકને દૂધ આપવાથી અથવા તો સ્તનપાન કરાવવાથી કોવિડ-19 પ્રસરે, તે અશક્ય છે.

સ્તનપાનના સંખ્યાબંધ ફાયદા વાઇરસ સાથે સંકળાયેલી બિમારીના સંભવિત જોખમોને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. શિશુને ઇન્ફન્ટ ફોર્મ્યુલા મિલ્ક (બહારનું દૂધ) આપવું સલામત નથી.

અહેવાલમાં 194 દેશોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તેમાંથી 136 દેશોએ ઇન્ટરનેશનલ કોડ ઓફ માર્કેટિંગ ઓફ બ્રેસ્ટ-મિલ્ક સબસ્ટિટ્યૂટ્સ સંબંધિત કોઇને કોઇ સ્વરૂપના કાયદાકીય નિયમો લાગુ કર્યા છે અને તેના ઠરાવો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી (કોડ) દ્વારા સ્વીકારવામાં આવ્યા છે.

આ કોડનું મહત્વ વધી રહ્યું છે, કારણ કે, 44 દેશોએ છેલ્લાં બે વર્ષમાં માર્કેટિંગ પરનાં તેમનાં નિયમનો ચુસ્ત બનાવ્યાં છે.

જોકે, મોટાભાગના દેશોનાં કાનૂની નિયંત્રણો આરોગ્ય સુવિધાઓમાં થતા માર્કેટિંગને પૂર્ણપણે આવરી લેતાં નથી. માત્ર 79 દેશો આરોગ્ય સુવિધાઓમાં માતાના દૂધના વિકલ્પોના પ્રમોશનનો નિષેધ કરે છે અને માત્ર 51 જોગવાઇઓ એવી છે, જે હેલ્થ કેર વ્યવસ્થામાં વિના મૂલ્યે અથવા તો ઓછા ખર્ચાળ સપ્લાયના વિતરણ પર પ્રતિબંધ ફરમાવે છે.

ફક્ત 19 દેશોએ માતાના દૂધના વિકલ્પોના ઉત્પાદકો દ્વારા વૈજ્ઞાનિક અને હેલ્થ પ્રોફેશનલ એસોસિએશનની બેઠકોની સ્પોન્સરશિપ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉત્પાદનોમાં ઇન્ફન્ટ ફોર્મ્યુલા, ફોલો-અપ ફોર્મ્યુલા અને ગ્રોઇંગ અપ મિલ્કનો સમાવેશ થાય છે, જેનું 36 મહિનાની વય સુધીનાં શિશુના સેવન માટે વેચાણ કરવામાં આવે છે.

“માતાના દૂધના વિકલ્પોનું ખાસ કરીને હેલ્થ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવતું સક્રિય માર્કેટિંગ – જેના પર માતા-પિતા વિશ્વાસ મૂકે છે – તે વિશ્વભરમાં નવજાત શિશુ તથા બાળકના આરોગ્યમાં સુધારો લાવવા સામેનો સૌથી મોટો અવરોધ છે,” તેમ હૂના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂટ્રિશન એન્ડ ફૂડ સેફ્ટીના ડિરેક્ટર ડો. ફ્રાન્સિસ્કો બ્રાન્કાએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, “હેલ્થ કેર સિસ્ટમે ઉદ્યોગના પ્રભાવમાં આવ્યા વિના માતાના દૂધ પરનો માતા-પિતાનો વિશ્વાસ વધારવા ક્ષેત્રે પ્રયત્ન કરવો જોઇએ, જેથી બાળકો જીવન રક્ષક લાભોથી વંચિત ન રહી જાય."

WHO અને UNICEFએ ભલામણ કરી હતી કે, શિશુને જન્મના પ્રથમ છ મહિના સુધી માતાના દૂધ સિવાય કશું જ ન આપવું જોઇએ, અને ત્યાર બાદ બાળકો બે વર્ષનાં થાય, ત્યાં સુધી અન્ય પોષણયુક્ત અને સલામત આહારની સાથે-સાથે પણ તેમને માતાનું દૂધ આપવું જોઇએ.

માતાનું દૂધ ન મેળવનાર શિશુઓની તુલનામાં જે શિશુઓને ફક્ત માતાનું દૂધ આપવામાં આવ્યું હોય, તેમના મૃત્યુ પામવાની શક્યતા 14 ગણી ઘટી જાય છે. જોકે, વર્તમાન સમયમાં 0-6 મહિનાના માત્ર 41 ટકા શિશુઓને જ માત્ર સ્તનપાન જ કરાવવામાં આવે છે. હૂના સભ્ય રાષ્ટ્રોએ 2025 સુધીમાં આ દર વધારીને ઓછામાં ઓછો 50 ટકા કરવાનું બીડું ઝડપ્યું છે. માતાના દૂધના વિકલ્પોના અયોગ્ય માર્કેટિંગને કારણે સ્તનપાનનો દર વધારવાના પ્રયાસો દબાઇ જાય છે અને તેમાં કોવિડ-19ની કટોકટી આ જોખમને વધુ તીવ્ર બનાવે છે.

કાઉન્સેલિંગ અને કૌશલ્યયુક્ત સ્તનપાન સહાય સહિતની માતાને સ્તનપાન કરાવવામાં મદદરૂપ થવાનો ઉદ્દેશ ધરાવતી હેલ્થ કેર સેવાઓ કોવિડ-19 કટોકટીને કારણે અટકી ગઇ છે. વળી, ફિઝિકલ ડિસ્ટન્સિંગ જેવાં સંક્રમણ નિવારણ માટેનાં પગલાંને કારણે સમુદાયનું કાઉન્સેલિંગ તથા એક માતા દ્વારા બીજી માતાને સહાય પૂરી પાડવાની સેવાની કામગીરી ચાલુ રાખવાનું મુશ્કેલ બન્યું છે, જેના પરિણામે માતાના દૂધના વૈકલ્પિક ઉત્પાદનોના ઉદ્યોગ માટે આ કટોકટીની સ્થિતિમાં નાણાં રળી લેવાનો અને સ્તનપાન પરનો વિશ્વાસ ઘટાડવા માટેનો માર્ગ મોકળો થયો છે.

“કોવિડ-19ની મહામારીએ વેગ પકડ્યો છે, ત્યારે હેલ્થ વર્કર્સને પ્રતિસાદ (રિસ્પોન્સ)ની કામગીરીમાં સાંકળવામાં આવ્યા છે અને હેલ્થ સિસ્ટમ વધુ પડતી તાણનો અનુભવ કરી રહી છે. આવા સમયે, સ્તનપાન લાખો બાળકોનાં જીવનનું રક્ષણ કરી શકે છે, પરંતુ નવી માતાઓ હેલ્થ કેર પ્રોવાઇડર્સની મદદ વિના આમ કરી શકતી નથી,” તેમ યુનિસેફના ચીફ ઓફ ન્યુટ્રિશન ડો. વિક્ટર આગુઆયોએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, “સમગ્ર વિશ્વમાં પ્રત્યેક માતા અને પરિવાર તેમનાં બાળકોને જન્મથી જ સ્તનપાન કરાવવા માટે તાલીમબદ્ધ હેલ્થ કેર વર્કર પાસેથી જરૂરી માર્ગદર્શન અને સહાય મેળવે, તે આપણે ખાસ સુનિશ્ચિત કરવું જોઇએ.”

કોડ (આચાર સંહિતા) માતાના દૂધના વિકલ્પોના તમામ પ્રકારનાં પ્રમોશન્સ પર પ્રતિબંધ ફરમાવે છે, જેમાં એડવર્ટાઇઝિંગ, હેલ્થ વર્કર્સને ભેટ-સોગાદો આપવી અને વિના મૂલ્યે સેમ્પલના વિતરણનો સમાવેશ થાય છે. લેબલ્સ પોષણ અને આરોગ્ય સંબંધિત દાવા કરી શકે નહીં અથવા તો ઇન્ફન્ટ ફોર્મ્યુલાને યથાર્થ ઠેરવતી તસવીરોને ઉપયોગમાંલ ઇ શકે નહીં. તેના સ્થાને, લેબલ્સમાં જે-તે ફોર્મ્યુલા કરતાં માતાનું દૂધ ચઢિયાતું હોવાનો તથા સ્તનપાન ન કરાવવાનાં જોખમોનો સંદેશ હોવો જોઇએ.

કોવિડ-19 દરમિયાન WHO અને UNICEFએ સરકારોને કોડ અંગેના કાયદાને તાકીદે મજબૂત કરવાની ભલામણ કરી છે. સરકારો તથા નાગરિક સમાજ સંગઠનોએ પણ કટોકટીની સ્થિતિમાં માતાના દૂધના વિકલ્પો પાસેથી દાનની માગણી ન કરવી જોઇએ કે તેમનું દાન સ્વીકારવું ન જોઇએ.

“કોવિડ-19ના પ્રસારણનો ભય સ્તનપાનના મહત્વને ઘટાડી રહ્યો છે – અને ઘણા દેશોમાં માતા અને શિશુઓને જન્મ સમયે અલગ કરી દેવામાં આવે છે – આ રીતે સ્તનપાન અને પરસ્પરના સંપર્કને મુશ્કેલ બનાવી દેવાય છે. અને આ બધું પુરાવાના આધાર વિના કરવામાં આવે છે.

મોટાભાગના દેશોમાં કોડના અમલ પર પૂરતી દેખરેખ રાખવામાં આવતી નથી. "માતાના દૂધના વિકલ્પોનું માર્કેટિંગઃ આંતરરાષ્ટ્રીય આચારસંહિતાનું રાષ્ટ્રીય અમલીકરણ – સ્ટેટસ રિપોર્ટ 2020" – આ અહેવાલ દેશમાં અમલીકરણની સ્થિતિ અને કાયદામાં કયા નિયમો સામેલ કરાયા છે અને કયા નથી કરાયા, તેનો ચિતાર આપે છે.

સ્તનપાનના અયોગ્ય વિકલ્પોના અયોગ્ય પ્રમોશનથી ગર્ભવતી મહિલાઓ, માતા અને તેમનાં શિશુઓનું રક્ષણ કરવામાં આરોગ્ય કાર્યકરોની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં રાખીને 2020નો અહેવાલ આરોગ્ય સુવિધાઓમાં તથા હેલ્થ વર્કર્સ સમક્ષ સ્તનપાનના વિકલ્પોનું પ્રમોશન કરવા પર પ્રતિબંધ ફરમાવવા માટે લેવાયેલાં કાયદેસરનાં પગલાંનું સઘન વિશ્લેષણ પૂરું પાડે છે.

કોવિડ-19થી સંક્રમિત અથવા તો શંકાસ્પદ હોય તેવી એક પણ માતાના દૂધમાં કોવિડ-19નો સક્રિય વાઇરસ આજદિન સુધી નોંધાયો નથી. આથી, કોવિડ-19 માતાના દૂધ થકી અથવા સ્તનપાન થકી પ્રસરે તે અશક્ય જણાય છે.

આથી જ, કોવિડ-19 ધરાવતી અથવા તો શંકાસ્પદ હોય તેવી મહિલાઓ ઇચ્છે, તો તેમના શિશુને સ્તનપાન કરાવી શકે છે. તેમણે નીચેની વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએઃ

  • ખાસ કરીને બાળકને સ્પર્શતાં પહેલાં વારંવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ-બેઝ્ડ હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
  • સ્તનપાન કરાવવા સહિત દરેક વખતે બાળકના કોઇપણ પ્રકારના સંપર્કમાં આવવા દરમિયાન મેડિકલ માસ્ક પહેરવું;
  • છીંક કે ખાંસી ખાતી વખતે ટિશ્યૂ વડે મોં ઢાંકવું. ત્યાર પછી તરત જ ટિશ્યૂ ફેંકી દઇને ફરી વખત હાથ ધોઇ લેવા;
  • સપાટીનો સ્પર્શ કર્યા પછી તરત જ તેને સાફ કરવી અને ડિસઇન્ફેક્ટ કરવી.
  • માતા પાસે મેડિકલ માસ્ક ન હોય, તેમ છતાં તેણે યાદીમાં જણાવેલાં ઇન્ફેક્શન નિવારવા માટેનાં તમામ પગલાં અનુસરવાં જોઇએ અને સ્તનપાન ચાલુ રાખવું જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.