નવી દિલ્હી: ICMRના વૈજ્ઞાનિક આર.કે. ગંગાખેડકરે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, કાઉન્સિલે ચામાચિડિયાનું પરીક્ષણ કર્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે ચામાચિડિયા કોરોના વાઇરસને મનુષ્યમાં ટ્રાન્સફર કરવા માટે સક્ષમ નથી.
નોંધપાત્ર વાત એ છે કે, ચીનમાં કરવામાં આવેલા સંશોધન મુજબ, એવું જોવા મળ્યું હતું કે ચામાચિડિયાઓમાં પરિવર્તનને કારણે કોરોના વાઇરસની ઉત્પત્તિ થઈ છે. ચામાચિડિયાઓએ તેને પેંગોલિન સુધી પહોંચા્યું હશે અને પેંગોલિનથી મનુષ્ય સુધી આવ્યું હોવું જોઈએ.
ડોક્ટર આર. ગંગાખેડકરે બુધવારે મીડિયા કૉન્ફરન્સમાં કહ્યું, "અમે પણ પરીક્ષણ કર્યું, જેમાં અમને જાણવા મળ્યું કે ચામાચિડિયા બે પ્રકારના હોય છે અને તેઓ કોરોના વાઇરસને માણસોમાં સંક્રમિત કરવામાં સક્ષમ નથી.
તેમણે કહ્યું કે તે ભાગ્યે જ બને છે, કદાચ 1000 વર્ષમાં એક વખત આ વાઇરસ ચામાચિડિયામાંથી મનુષ્યમાં સ્થાનાંતરિત થાય છે.