ETV Bharat / bharat

કોવિડ-19 : દેશમાં 5194 લોકો સંક્રમિત, 149ના મોત

દેશ હાલમાં કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાઇરસથી દેશમાં 5194 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 149 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 401 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગંભીર પરિસ્થિને ધ્યાને લઇ અને સરકાર લોકડાઉન વધારવા પર વિચાર વિમર્શ કરી રહી છે.

કોવિડ-19 : દેશમાં 5194 લોકો સંક્રમિત, 149ના મોત
કોવિડ-19 : દેશમાં 5194 લોકો સંક્રમિત, 149ના મોત
author img

By

Published : Apr 8, 2020, 10:30 AM IST

નવી દિલ્હી : વિશ્વ સહિત દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. જેના પગલે કેન્દ્ર દ્વારા 14 એપ્રિલ બાદ પણ લોકડાઉનને યથાવત રાખવાના મુદ્દા પર વિચાર વચ્ચે કોવિડ-19ની સંખ્યા વધતી જઇ રહી છે. જેમાં મંગળવારના રોજ આ આંકડો 5194 સુધી પહોંચી ગયો છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં 149 લોકોના મોત પણ નિપજ્યા છે. જ્યારે 401 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે કેટલાક વિસ્તારોને ક્લસ્ટર પણ કર્યા છે.

રાજસ્થાન સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી કે રાજ્યમાં વધુ 5 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળી આવ્યા છે. આ પાંચ લોકો પહેલાના સંક્રમિત લોકોનાં સંપર્કમાં આવ્યા હતા. રાજ્યમાં કુલ 348 લોકો સંક્રમિત છે.

મધ્ય પ્રદેશના ઇન્દોર સ્થિત કોલેજના અધિકારીઓએ જાણકારી આપી કે જિલ્લામાં વધુ 22 લોકે સંક્રમિત મળી આવ્યા છે. જેના પગલે જિલ્લામાં કુલ 173 લોકો સંક્રમિત થયા છે અને 15 લોકોના મોત નિપજ્યા છે.

બિહારમાં સંક્રમિત 38 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સિવાન અને બેગૂસરાઇ જિલ્લાના સામે આવ્યા છે.

મહારાષ્ટ્રના પુણેમાં કોરોના વાઇરસના સંક્રમણથી વધુ બે લોકોના મોત થયા છે. જેના પગલે પૂણેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર સંક્રમિત સંખ્યાના કેસ 5194 અને મૃતકોની સંખ્યા 149 પર પહોંચી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોવિડ-19ને પગલે ગતરોજ સંબોધન કરતા 14 એપ્રિલ બાદ લોકડાઉનના વધારવામાં આવશે કે તેને હટાવવામાં આવશે તેના પર બચતા નજરે ચઢ્યા હતા. તેઓએ કહ્યું કે જે પમ કોઇ નિર્ણય હશે તેની જાણકારી આપવામાં આવશે. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી તેનાથી દુર રહેવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકાર 14 એપ્રિલ બાદ લોકડાઉન વધારવાના મુદ્દા પર વિચાર વિમર્શ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે 21 દિવસ માટે લોકડાઉન છે જે 25 માર્ચના રોજ શરૂ થયું હતુ. કોવિડ-19ના કારણે 183 દેશમાં 75,800 લોકોના મોત નિપજ્યા છે અને 13.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

આ મહામારી વચ્ચે ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ સહિત કેટલાક રાજ્યોમાં નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ઓછામાં ઓછા 150 લોકો સંક્રમિત મળી આવ્યા છે. તે સાથે મહારાષ્ટ્રમાં 1018 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં 50 લોકોના મોત નિપજ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.