ન્યુ દિલ્હી : દેશ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યો છે, ત્યારે કોરોનાનો આંકડો થંભવાનું નામ નથી લઇ રહ્યો તેમ દિવસેને દિવસે કહેર વધતો જઇ રહ્યો છે. હાલમાં દેશમાં સંક્રમિતોની સંખ્યા 2301 પર પહોંચી છે. જેમાંથી 191 લોકો રિકવર પણ થયા છે. જેમાં 56 લોકોના મોત પણ નિપજ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર ગુરુવારે દેશમાં 13 લોકોના મોત નિપજ્યા હતા. જો રાજ્યમાં કોરોનાની કહેરની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર 335, કેરલ 265, તમિલનાડુ 234 અને દિલ્હીમાં 152 કેસ સામે આવ્યા છે.
આ ઉપરાંત અન્ય રાજયોની જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં 113, કર્ણાટકમાં 110 અને તેલંગણામાં 96 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજસ્થાનમાં 129, મધ્ય પ્રદેશમાં 99, આંધ્ર પ્રદેશમાં 86, ગુજરાતમાં 82 અને જમ્મુમાં 62 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
અંદમાન અને નિકોબાર ટ્વીપના 10 અને છતીસગઢમાં 9 કેસ સામે આવ્યા છે, જ્યારે ઉત્તરાખંડમાં 7, ગોવામાં 5, ઓડિશામાં 4 જ્યારે પોંડિચેરી અને હિમાચલ પ્રદેશમાં ત્રણ-ત્રણ કેસ સામે આવ્યા છે. અસમ, ઝારખંડ, મિઝોરમ અને મણિપુરમાં એક-એક કેસ સામે આવ્યા છે.
કોરોના વાઇરસના કહેર વચ્ચે દેશમાં હોટસ્પોટ રહેનાર દિલ્હીના નિઝામુદીન સ્થિત મરકજમાં તબલીઘી જમાતના આયોજનમાં 5000થી વધુ લોકો એકઠા થયા હતા. જેના પગલે દેશમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ તકે બુધવારે સૌથી વધારે 450 કેસ સામે આવ્યા હતા.