નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીમાં 24 કલાકમાં 120 લોકોના મોત થયાં છે. આ સાથે જ કોરોના સંકમણમાં મોતની કુલ સંખ્યા 3 હજારનો આંક વટાવી ગઈ છે. તેમજ ગત 24 કલાકમાં કોરોનાના 4,987 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 90,927 થઇ ગઇ છે.
કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 53,946 દર્દીઓની સારવાર ચાલુ છે. જેમાં 34,109 દર્દી સ્વસ્થ થયાં છે. આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 37.51 ટકા દર્દીઓ સાજા થયા છે. ત્રણ રાજ્યોમાં સંક્રમણના 10,000થી વધારે કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 33,706, ગુજરાતમાં 11,380 અને તમિલનાડુમાં 10,585 કેસ છે.
રવિવારે સવારે જાહેર કરાયેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં સૌથી વધુ 30,706 કેસ મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં 11,380 કેસ, તમિલનાડુમાં 10,585 કેસ, દિલ્હીમાં 9,333, રાજસ્થાનમાં 4,960, મધ્યપ્રદેશમાં 4,789 અને 4,258 પશ્ચિમ બંગાળમાં, 2,576, આંધ્રપ્રદેશમાં 2,355 અને પંજાબમાં 1,946 તેલંગાણામાં 1,509, બિહારમાં 1,179, જમ્મુ-કાશ્મીરમાં 1,121 કેસ, કર્ણાટકમાં 1,092 કેસ અને હરિયાણામાં 887 કેસ છે.