નવી દિલ્હી: કોરોનાનો આંકડો દિવસે દિવસેને દિલ્હીમાં રેકોર્ડ તોડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 534 લોકોમાં કોરોના સંક્રમીત જોવા મળ્યા છે. આ એક જ દિવસમાં નોંધાયેલી સૌથી મોટી સંખ્યા છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ સતત ફેલાઈ રહ્યો છે. કોરોનાની વધતી સંખ્યાએ સતત દિલ્હીમાં રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં, 534 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જે કોઈ પણ એક દિવસમાં નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે. આ વધારા સાથે, દિલ્હીમાં કોરોના ચેપનો કુલ આંક 11088 પહોંચ્યો છે.
દિલ્હીમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુના 10 નવા કેસ નોંધાયા છે.રાજધાની દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ લોકોની સંખ્યા વધીને 176 થઈ ગઈ છે.
જોકે લોકો પણ કોરોનામાંથી સ્વસ્થ્ય થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 442 દર્દીઓએ કોરોનાને માર આપ્યો છે. આ સાથે, કોરોનાથી સંક્રમણીત લોકોની સંખ્યા વધીને 5192 થઈ ગઈ છે. ત્યારે 157 લોકો આઇસીયુમાં છે અને 23 વેન્ટિલેટર પર છે.
કોરોના દર્દીઓ અને મૃતકોના વય જૂથની વાત કરીએ તો, ત્યાં 50 વર્ષથી ઓછી વયના 7813 દર્દીઓ છે, જ્યારે આ વય જૂથમાં મૃતકોની સંખ્યા 37 છે. 50 થી 59 વર્ષના દર્દીઓની વાત કરીએ તો, તેમની સંખ્યા 1704 છે, જ્યારે મૃતકો આ વય જૂથના લોકોની સંખ્યા 47 છે. વૃદ્ધોની વાત કરીએ તો, 60 વર્ષ કે તેથી વધુ વય જૂથમાં કોરોના દર્દીઓની સંખ્યા 1571 છે, જ્યારે આ વય જૂથના 92 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે.